Abtak Media Google News

ડાયનેમીક ચેસ એકેડમી દ્વારા ઈનોવેટીવ ઓપન સૌરાષ્ટ્ર ચેસ ટુર્નામેન્ટ તાજેતરમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ કોટેચા ચોક, રાજકોટ ખાતે યોજાઈ હતી જેમાં કુલ ૪ પ્રકારની યુ.૯, યુ.૧૩, યુ.૧૭ અને સીનીયર ટુર્નામેન્ટનો પૂર્ણાહુતિ સમારંભ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ ઉપરાંત જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, ગોંડલ વિગેરે સ્થળેથી કુલ ૧૧૨ બાળકો અને ૬૦ જેટલા સીનીયર ખેલાડીઓએ ભાગ લીધો હતો.

જેમાં ૪૦ થી વધારે ઈન્ટરનેશનલ રેટીંગ ધરાવતા રેટેડ ખેલાડીઓ હતા ટુર્નામેન્ટમાં વિજેતા થયેલા ખેલાડીઓમાં બાળકોમાં૧ થી ૧૦ વિજેતાને શિલ્ડ તથા સર્ટીફીકેટ આપી બહુમાન કરવામાં આવ્યા હતા. જયારે સીનીયર ઓપન કેટેગરીમાં પ્રથમ વિજેતા ૧ થી ૧૫ ને કેસ પ્રાઈઝ આપી નવાઝવામાં આવ્યા હતા.

આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહન ‚પે પુરસ્કાર ડાયનેમીક ચેસ એકેડમીનાં ચેરમેન એ.જી. પરમાર તથા સેક્રેટરી મનીષ પરમાર ટુર્નામેન્ટ ક્ધવીનર કિશોરસિંહ જેઠવા પરીનભાઈ પટેલ, મિતેશભાઈ બોરખતરીયા, સહિતનાઓએ સેવા પ્રદાન કરી હતી.

મુખ્ય સ્પોન્સર ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કુલ રાજકોટ, ડો. મુકેશ ભટ્ટ તથા મુખ્ય આયોજક ડાયનેમીક ચેસ એકેડમી દ્વારા ભાગ લેનાર દરેક ખેલાડીને બપોરના લંચની વ્યવસ્થા તથા સીનીયર ભાઈઓ માટે લંચ ઉપરાંત ચા ની વ્યવસ્થા તેમજ દરેક બાળકોને એક મોરાવાળુ કીચનની ભેટ અપાય હતી.

ઓપનીંગ સેરેમનીમાં પોલીસ કમિશ્નર અનુપમસિહ ગેહલૌત મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની આર.એમ.સી. પી.ટી. જાડેજા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાજપુત સંઘ, બિરેનભાઈ જાની ઈનોવેટીવ સ્કુલ વિગેરેનો આભાર વ્યકત કરાયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.