Abtak Media Google News

ગત વર્ષે સરકારે ૬ હજાર કરોડના પ્રોત્સાહનોની જાહેરાત કર્યા બાદ ટેકસટાઈલ્સ ઉદ્યોગમાં રોકાણ કરવા પડાપડી: હજુ વધુ મુડી રોકાણ આવશે તેવી મંત્રી સ્મૃતિ ઈરાનીની આશા

ગત વર્ષે કેન્દ્ર સરકારે ટેકસટાઈલ્સ સેકટરને બુસ્ટર ડોઝ આપવા વિવિધ પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. આ પ્રોત્સાહનોના ફળ ચાલુ વર્ષે મળી રહ્યાં છે. ટેકસટાઈલ્સ ઉદ્યોગમાં ૨૭ હજાર કરોડના મુડી રોકાણ આવ્યા હોવાનું મંત્રી સ્મૃતિ ઈરાનીએ જાહેર કર્યું છે.

ટેકસટાઈલ્સ અને તેને સંલગ્ન સેકટર માટે ગત વર્ષે જૂન મહિનામાં કેન્દ્ર સરકારે ૬ હજાર કરોડના સ્પેશ્યલ પેકેજની જાહેરાત કરી હતી. જેના હેઠળ કર તેમજ ઉત્પાદનમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, ટેકસટાઈલ્સ કમિશ્નરના કાર્યાલયના રેકોર્ડ અનુસાર ‚રૂ.૨૭ હજાર કરોડના મુડી રોકાણ યા છે. સરકારની યોજનાના કારણે આ આંકડો વધશે તેવી અપેક્ષા છે.

મુડી રોકાણ આંતરરાષ્ટ્રીય અને સનિક બજારમાં યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ટેકસટાઈલ્સ ઉદ્યોગને ખરેખર યોગ્ય વહીવટ અને નિયંત્રણની જ‚ર છે. હાલ સૌરાષ્ટ્રના ટેકસટાઈલ્સ ઉદ્યોગમાં અનેક ખામીઓ જોવા મળી છે. પરિણામે ઉદ્યોગ ખાડે ગયો હોવાનું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે, માલની હેરફેરને સરળ બનાવવા માટે તાજેતરમાં લોજીસ્ટીક ડિપાર્ટમેન્ટની રચના કરવામાં આવી હતી. અત્યાર સુધી ટેકસ ટાઈલ્સ ઉદ્યોગમાં માલના હેરફેર માટેનો પ્રશ્ર્નો સૌી મોટો ગણાતો હતો પરંતુ આ પ્રશ્નનો ઉકેલ સરકારે લાવ્યો છે. હાલ ટેકસટાઈલ્સ ઉદ્યોગને સરકારે આપેલું પ્રોત્સાહન તો મહત્વનું છે પરંતુ સૌરાષ્ટ્રમાં ટેકસટાઈલ્સ ઉદ્યોગની સ્થિતિ ગંભીર છે. શું સરકાર આ ઉદ્યોગને બહાર કાઢી શકશે ? તે પણ મોટો પ્રશ્ન છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.