Abtak Media Google News

એન.એસ.યુ.આઈ.ની અનુસુચિત જાતિ આયોગને રજૂઆત

ગુજરાતની ૫૯ જેટલી બીએડ કોલેજોમાં ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન યુનિવર્સિટી દ્વારા પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ૧૦ દિવસથી જુદા જુદા વિષયોમાં ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને ગુજરાતની જુદી જુદી કોલેજોમાં પ્રવેશ આપવામાં આવ્યા છે. પ્રવેશની સમગ્ર કાર્યવાહી આઈઆઈટીઈ યુનિવર્સિટી દ્વારા રાજ્યકક્ષાએથી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમનાં અત્યંત ગંભીર પણે અને જાણી જોઈને અનામતમાં આવતા એસ. સી., એસટી, ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ તમામ દિવસો દરમિયાન હાથ ધરવામાં આવેલ પ્રક્રિયામાં અનામતમાં આવતા વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં મળવો જોઈતો લાભ આપવામાં આવ્યો નથી. આજરોજ ગણિત વિષયની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયામાં અનામતના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે.

ઉદાહરણ તરીકે કોલેજ ડાયેર – ગોતા – અમદાવાદમાં જનરલ કેટેગરીમાં મળેલા પ્રવેશ વિદ્યાર્થીઓની સંખ્યા – ૪ અને તેમનો મેટરી નંબર – ૨૫૪, ૩૧૪, ૩૫૩, ૩૫૪ હતો. અનુસુચિત જાતી – બેઠકની સંખ્યા – ૧, પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનો મેરીટ નં. ૨૦૦ બક્ષીપંચ – બેઠકની સંખ્યા-૫, પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ-૪, મેરીટ નં. ૩૧૬, ૩૯૭, ૩૩૬, ૪૦૦ ઉપરોકત કોલેજમાં અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ મેરીટ નં. ૨૦૦, બક્ષીપંચના વિદ્યાર્થીનો મેરીટ નં. ૩૧૬ અને મેરીટ નં. ૩૩૬ આ ત્રણેય વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ મળવાપાત્ર હતો પરંતુ તેના કરતા ઓછા મેરીટ ધરાવતા ૩૩૨ અને ૩૫૪ નંબરને જનરલ કેટેગરીમાં પ્રવેશ આપવામાં આવ્યો આમ અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને વધુ પ્રવેશ મળી શક્યો હોત તેને અન્યાય થયો છે.

ભારત સરકારની અને ગુજરાત સરકારની તમામ ગાઈડલાઈનોનું ઉલ્લંઘન કરીને અનામતના વિદ્યાર્થીઓને મોટો પાયે અન્યાય કરવાનું કામ ટીચર યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે. ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરાવી બીએડની પ્રવેશ પ્રક્રિયામાં અનામતમાં થેયલા અન્યાયને દૂર કરી સમગ્ર પ્રવેશ પ્રકિયા રદ કરાવવી, આવું ન કરવાનું કારણે અનામતમાં આવતા અનેક વિદ્યાર્થીઓને ફરજિયાત સેલ્ફ ફાયનાન્સ કોલેજો મોટી ફી માં પ્રવેશ લેવો પડશે. અનેક અનુસુચિત જાતિ, જનજાતિના વિદ્યાર્થીઓની કારર્કિદીને નુકાસન થઈ રહ્યું છે. ગુજરાતના ઈડબલ્યુએસ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચના વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે તેવી એનએસયુઆઈ વતી ભાવિક સોલંકીએ અનુસુચિત જાતિ આયોગના ચેરમેન કિરીટભાઈ સોલંકીને લેખિત રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.