Abtak Media Google News

ઝેર પ્રવાહી કયાંથી આવ્યુ?: વધુ એક વખત તંત્રની બેદરકારી સામે આવી

જામનગર જિલ્લા જેલ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. સમયાંતરે જિલ્લા જેલમાં સામે આવતી અસામાજીક અને કાયદા વિરુધ્ધની ગુનાહિત વચ્ચે ગઈકાલે હત્યા પ્રકરણના અને અત્રે કાચા કામના કેદી તરીકે બેરેકમાં રહેલા એક કેદીએ ઝેરી પ્રવાહી પી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.

પ્રતિબંધિત પ્રવાહી છેક જેલમાં પહોંચી ગયું અને તંત્રને ખ્યાલસુધ્ધા પણ ન આવ્યું એ બાબત જેલ પ્રશાસનના સુરક્ષાકર્મીઓ સામે આંગળી ચિંધતી સાબિત થઈ છે.

બોથડ હથિયારો, ધુમ્રપાન કરવાની પ્રતિબંધિત વસ્તુઓ અવાર-નવાર જામનગર જિલ્લા જેલમાંથી મળતી આવી છે.

આ ઉપરાંત સૌથી ગંભીર બાબત એવી દરેક વખતેના ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત મોબાઈલ પણ મળી આવતા હોય છે. આ ઉપરાંત કેદીઓ-કેદીઓ વચ્ચે છુટા હાથે થતી મારામારી તથા કેદીઓ દ્વારા સુરક્ષાકર્મીઓ પર કરવામાં આવતા હુમલાના બનાવો પણ વધવા પામ્યા છે. સતત વિવાદોમાં રહેતી જેલ ફરી વખત ચર્ચામાં આવી છે.

ગઈકાલે બેરેકમાં રહેલા અને કાલાવડ પંથકના હત્યા

પ્રકરણના કાચાકામના કેદી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો દિલીપદાન ગઢવીએ કોઈપણ ઝેરી પ્રવાહી પી આપઘાત કરવાનો પ્રયાસ

કર્યો હતો.

આ ઘટના અંગે જેલર પી.આર.વાઘેલાને જાણ થતાં તેઓએ તુરંત લથડીયા ખાતા ધર્મેન્દ્રને હોસ્પિટલ ખસેડયો હતો. આ ઉપરાંત આરોપી દ્વારા કરવામાં આવેલા આપઘાતના પ્રયાસ સબબ જેલર દ્વારા તેની સામે આઈપીસી કલમ ૩૦૯ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ઘટનામાં જેલ તંત્રની બેદરકારી સામે આવી છે. કેમ કે, ઝેરી પ્રવાહી છેક બેરેક સુધી પહોંચી ગયું અને સુરક્ષાકર્મીઓને ધનક સુધા પણ ન આવી તેના પરથી ફરજમાં નિષ્કાળજી સાબીત થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.