Abtak Media Google News

કોરોનાકાળમાં કારીગરોને પ્રોત્સાહન પુરૂ પાડવા ૧૦ દિવસીય પ્રદર્શન -સહ-વેચાણ હાટનું આયોજન: ૧૫૦ કારીગરો લેશે ભાગ

ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઈન્ડેક્ષ્ટ સી એટલે કે ઈન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેચ કાર્યાન્વિત છે. ઈન્ડેક્ષ્ટ સીનો મુળભૂત હેતુ ગુજરાત રાજયનાં જિલ્લાનાં અંતરિયાળ ગામોમાં હસ્તકલા હાથશાળ કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું જ માર્કેટીંગ પ્લેટફોર્મ પૂરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજયનાં ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દેશન કરવાનો છે.

Img 20210104 Wa0049

કોવીડ ૧૯ની મહામારી અને તેના કારણે લાગુ કરવામાં લોકડાઉનમાં રાજયનાં આ ક્ષેત્રનાં કારીગરોનાં ધંધા રોજગાર મંદ પડયા હોય સરકારના એક ડગલું આત્મનિર્ભરતા તરફ લઈ જવાના પગલાએ આવા કારીગરો રોજગારી મેળવી આત્મનિર્ભર થઈ ફરી રાબેતા મુજબનું જીવન પંથે આગળ વધે તેવા શુભ આશયથી સરકારનાં અનલોક ૫ના તમામ નિયમોનાં પાલન સાથે ઈન્ડેક્ષ્ટસી દ્વારા તા.૪.૧ થી તા.૧૩.૧ દરમ્યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે હસ્તકલા પર્વ, પ્રદર્શન સહ વેચાણ હાટનું આયોજન કરેલ છે.

આ પ્રદર્શનમાં રાજયનાં વિવિધ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારનાં હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના કુલ ૧૫૦ વ્યકિતગત કારીગરો, હસ્તકલા, હાથશાળ મંડળીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ, સ્વસહાય જુથો, એનજીઓ, સખી મંડળો, કલસ્ટર્સનાં કારીગરો વિગેરે દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવાનું આયોજન છે. આ પ્રદર્શનનો સમય સવારના ૧૧ કલાકથી રાત્રીનાં ૮ કલાક સુધીનો છે. જેમાં કારીગરો દ્વારા રાજયની ભાતીગળ હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરત કામ,વાંસના રમકડા, પેચવર્ક, ઈમીટેશન જવેલરી, લેધર, વર્ક, અકીકની આઈટમો, વુડન વોલપીસ,ગૃહ ઉદ્યોગ, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ,માટીના ધરેણા વિગેરે સાથે બીજુ ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રર્દશન- સહ- વેચાણ કરવામાં આવનાર છે. આ સમગ્ર પ્રદર્શન-સહ-વેચાણ હાટનું આયોજન ઈન્ડેક્ષ્ટ સીના કાર્યવાહક નિયામક ડી.એમ.શુકલ જી.એ. એસ.ના માર્ગદર્શન હેઠળ મેનેજર (વર્ગ -૧) આર.આર. જાદવના સંકલન દ્વારા કરવામા આવેલ છે.કારીગરોને સીધુ બજાર પુરૂ પાડવાના ઉમદા આશયથી રાજકોટની વિવેકી, રસીક અને કલા પારખુ પ્રજાને આ ‘હસ્તકલા પર્વ, પ્રદર્શન-સહ-વેચાણ હાર્ટ’ની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણતક ઝડપ લેવા ડી.એમ.શુકલ જી.એ.એસ. કાર્યવાહક નિયમાક, ઈન્ડેક્ષ્ટ સી. દ્વારા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.