Abtak Media Google News

સાગર સુરક્ષા સલામતીની કામગીરીને ડાયરેકટર જનરલે બિરદાવી

ગુજરાતનો ૧૬૦૦ કિમીનો દરિયા કિનારો અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે. જેમાં નશીલા પદાર્થોની દાણચોરી, માછીમારોને અકસ્માતો અને જળ સીમા પરથી પાકિસ્તાની ચાચીયાગીરી જેવી અનેક સમસ્યાનો સામે સુરક્ષા વધારવા ઓખા કોસ્ટગાર્ડને જીલ્લાનું મુખ્ય કાર્યાલય બનાવાની ખાસ જરૂરી બન્યું હતું.

જેને ધ્યાને લઈ કોસ્ટગાર્ડ ડાયરેકટર જનરલ રાજેન્દ્રસિંહ પીટીએમ, ટીએમના વરદ હસ્તે ઓખા કોસ્ટગાર્ડને જીલ્લાનું મુખ્ય કાર્યાલય-૧૫નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ઓખા કોસ્ટગાર્ડ સ્ટાફ સાથે કોસ્ટગાર્ડ પરીવારને સાથે રાખી આ ઓખા સ્ટેશનને જીલ્લાનો મુખ્ય સ્ટેશનનો દરજજો આપ્યો હતો.

આજથી વાડીનાર, મુંદ્રા અને જખ્ખુના કોસ્ટગાર્ડનો સ્ટેશનો ઓખા સ્ટેશનની અંડરમાં રહેશે અને જીલ્લા કમાન્ડર દ્વારા નિયંત્રણ કરવામાં આવશે અને ઓખા સ્ટેશન જીલ્લાનું મુખ્ય કાર્યાલય ગણાશે. જેનાથી સમુદ્રની સીમા સુરક્ષામાં વધારો થશે અને નિયમિત પેટ્રોલીંગની સાથે સાથે માછીમારોની સુરક્ષા મજબુત થશે. સમુદ્ર સુરક્ષાના બદલાતા સમીકરણોને ધ્યાને લઈ ડાયરેકટર જનરલ રાજેન્દ્રસિંહએ ઈન્ડિયન કોસ્ટગાર્ડના આ કાર્યને જરૂરી ગણાવ્યું હતું.

આ સ્ટેશનના ઉપ મહાનિરીક્ષક મુકેશ કુમાર શર્માને જીલ્લા કમાન્ડીંગ ઓફિસરની નિયુકત કરવામાં આવેલ છે. જેઓ આ કિનારાની ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ છે. આ પ્રસંગે તેમની સાથે મહાનિર્દેશક રાજેશપાલ પીટીએમ, ટીએમ કમાન્ડર સાથે કેન્દ્ર અને રાજયકક્ષાના અન્ય અધિકારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. અહીં ડાયરેકટર જનરલ રાજેન્દ્રસિંહનું સ્વાગત કોસ્ટગાર્ડ બેન્ડ સાથે કોસ્ટગાર્ડ જવાનોએ પરેડ સલામી આપી હતી અને છેલ્લે ઓખા કોસ્ટગાર્ડ તમામ મહાનુભાવોનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.