Abtak Media Google News

રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ

રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ

વોર્ડ નં. ૧ થી ૯માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા ખરી પરંતુ સફાઈ અને સ્વચ્છતાની બિલકુલ તકેદારી લેવાતી નથી: વિજયભાઈ નકુમ (આગેવાન સતવારા સમાજ)

Vlcsnap 2021 01 27 11H55M23S343

વોર્ડનું ૧ના વિજયભાઈ નકુમ સતવારા સમાજ આગેવાન એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જાણવ્યું હતું કે સામાજિક હોલ માં સુવિધા નથી જરાય સાફ સફાઈ નથી અને એક પણ કામ થતા નથી તેથી એવી આશા છે કે કોઈક વ્યવસ્થિત કોર્પોરેટર આવે કોઈ ધ્યાન આપતું નથી વોર્ડ માં અને એકપણ લાભો મળતાં નથી લોકો ની અપેક્ષા પુરી કરે એવા કોર્પોરેટર જોઈ છે અને કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાફ સફાઈ થતી નથી. કોઈ નગરસેવક સાથે કોન્ટેક્ટ થતો નથી નવો કોમ્યુનિટી હોલ બનાવામાં આવે કોઈ નગરસેવક સાથે કોન્ટેક્ટ થતો નથી એક પણ કામ થતા નથી તેથી એવી આશા છે.

નગરસેવક સંપર્ક વિહોણ થઈ ગયા છે  વોર્ડના કામોથી અસંતુષ્ટ વોર્ડના રહેવાસીઓ: વલુભાઈ બોડીયા (જય ઠાકર એન.જી.ઓ )

Vlcsnap 2021 01 27 11H54M20S142

વોર્ડ નું ૧ જય ઠાકર એન.જી.ઓ ના વલૂભાઈ બોડીયા એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જાણવ્યું હતું કે વોર્ડ ના કામો થી જરાય સંતુષ્ટ નથી અને કોઈ ભાજપ નું કોર્પોરેટર અહીં જોવા પણ નથી આવતા.કોણ છે એનું લોકોને ખ્યાલ નથી હોતું લોકો ની અપેક્ષા પુરી કરે એવા કોર્પોરેટર જોઈ છે. અને કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાફ સફાઈ થતી નથી. કોઈ નગરસેવક સાથે કોન્ટેક્ટ થતો નથી એક પણ કામ થતા નથી તેથી એવી આશા છે કે કોઈક વ્યવસ્થિત કોર્પોરેટર આવે કોઈ ધ્યાન આપતું નથી વોર્ડ માં અને એકપણ લાભો મળતાં નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.