Abtak Media Google News

રૂ.૫૦ કરોડથી વધુના હોટેલ પ્રોજેકટને ઈન્ફ્રાસ્ટ્રકચરનો દરજજો મળશે

દેશમાં ટુરીઝમ ક્ષેત્રનો વધુને વધુ વિકાસ કરવા સરકાર પ્રયત્નશીલ છે. ટુરીઝમ ક્ષેત્રના વિકાસ થકી વિદેશી પ્રવાસીઓને આકર્ષી વિદેશી ભંડોળ કમાવવા સરકાર પ્રયાસો કરી રહી છે. જેના ભાગરૂપે હવે રૂ.૫૦ કરોડથી વધુના હોટેલ પ્રોજેકટને સરકાર ઈન્ફ્રાનો દરજજો આપશે.

ટુરીઝમને ડેવલપ કરવા હોટલ ઉધોગને સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચરનું બુસ્ટર આપ્યું છે. ટુરીઝમ મંત્રાલયે આ પ્રપોઝલને ફાઈન્લાઈમેડ કરી દીધું છે. આ પ્રપોઝલને કેબિનેટની મંજુરી મળ્યા બાદ લાગુ થઈ જશે. સરકારના આ નિર્ણયથી હોટલ ઉધોગોને સીધા ફાયદાઓ થશે. આ સાથે ટુરીઝમ ક્ષેત્રમાંથી થતી આવકમાં પણ મહતમ વધારો થવાની શકયતા છે.

જુલાઈ, ૨૦૧૪માં નાણા મંત્રાલયના ઈકોનોમીક અફેર્સના વિભાગે હોટલોને સોશ્યલ એન્ડ કોમર્શિયલ ઈન્ફ્રાસ્ટ્રકચરનો દરજજો આપવાની માંગ મુકી હતી. જેમાં રૂ.૨૦૦ કરોડથી વધુનો પ્રોજેકટ ધરાવતી હોટેલોને ઈન્ફ્રાનો દરજજો આપવાનું સુચવાયું હતું. જેની સામે ફેડરેશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટસ એસોસિએશન ઓકે ઈન્ડિયાએ સરકારને મેમોરેન્ડમ પાઠવ્યું હતું. જેમાં કહ્યું હતું કે, હોટેલોને ઈન્ફ્રા અને ઈન્ડસ્ટ્રીનો દરજજો આપવા માટેના પ્રોજેકટની મર્યાદા રૂ.૨૫ કરોડ કે તેથી વધુની રાખે.

આ સાથે એફએચઆરએઆઈ દ્વારા એ પણ માંગ કરાઈ છે કે, હોટેલો પાસેથી ચુકવાતા કરમાં ઘટાડો થાય અને તમામ કેટેગરીની હોટેલો માટે એક ટેકસ માળખું રખાય. જણાવી દઈએ કે, હાલ હોટેલો પર ચાર ટેકસ સ્લેબ છે. ૦%, ૧૨%, ૧૮% અને ૨૮%.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.