Abtak Media Google News

દક્ષિણ આફ્રિકાને ભારત વિરૂદ્ધ વન ડે સિરીઝ પહેલા મોટો ફટકો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન એબી ડી વિલિયર્સ ઇજાને કારણે ત્રણ વન ડે મેચમાંથી બહાર થઇ ગયો છે. ડી વિલિયર્સ આંગળીમાં ઇજાને કારણે ત્રણ મેચમાંથી બહાર થઇ ગયો છે.

એબી ડી વિલિયર્સ ઇજાગ્રસ્ત
સિલેક્ટર્સે ડી વિલિયર્સની જગ્યાએ કોઇ અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કર્યો નથી. ડી વિલિયર્સની જગ્યાએ ખાયા જોડોને તક આપવામાં આવી શકે છે. ડી વિલિયર્સને ભારત વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં જમણા હાથની આંગળીમાં ઇજા થઇ હતી, તેને બરાબર થતા બે અઠવાડિયા જેટલો સમય લાગશે અને ચોથી વન ડે સુધી તેના ફિટ થવાની આશા છે. ચોથી વન ડે જ્હોનિસબર્ગમાં રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છ વન ડે મેચની સિરીઝ ગુરૂવારથી ડરબનના કિંગ્સમીડમાં શરૂ થશે. દક્ષિણ આફ્રિકાએ શરૂઆતની ત્રણ વન ડે મેચ માટે ટીમ જાહેર કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.