Abtak Media Google News

મુખ્યમંત્રીના જિલ્લાને સરકારનો જ અન્યાય !!

વિવિધ યોજનાઓની ગ્રાન્ટ ઉદ્યોગોને સમયસર ચૂકવો: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ જિલ્લાને ૮૫ કરોડ જેટલી વ્યાજ સહાય ગ્રાન્ટના બદલે માત્ર ૪૩ કરોડની જ ગ્રાન્ટ ફાળવાઈ હોય રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે પૂરતી ગ્રાંટ ફાળવવા તથા વિવિધ યોજનાઓની મંજૂરી સહાય ગ્રાન્ટ સમયસર ઉદ્યોગોના ખાતામાં જમા કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મુખ્યમંત્રીને પત્ર પાઠવી ચેમ્બરે જણાવ્યું છેકે કોવિદ-૧૯ની મહામારી સામે લાગુ કરાયેલ લોકડાઉનની વેપાર ઉદ્યોગકારો ઉપર વિપરીત અસરા પડી અને હાલ મૃત:પ્રાય હાલત બની ગયેલ છે. ઉદ્યોગ જગતમા હજુ લેવલ આવતા ઘણો સમય પસાર થઈ જશે ગુજરાત રાજયમાં રાજકોટ શહેરને ઔદ્યોગીક ક્ષેત્રે હબ માનવામાં આવે છે. રાજય સરકાર દ્વારા વેપાર ઉદ્યોગકારોને ઉજાગર કરવા ઘણી તાત્કાલીક સહાયો અને યોજનાઓ અમલમાં લીધેલી છે જે આવકારદાયક છે.

તાજેતરમાં સરકારની એમએસએમઈ કમિશ્નરની કચેરી દ્વારા તા.૨૩.૬ના રાજે જે એકમો ઔદ્યોગીક નીતિ ૨૦૧૫ હેઠળ સંકળાયેલ છે તેઓને જ વ્યાજ સહાય મેળવાપાત્ર છે. તેમજ આ નીતિ અંતર્ગત અન્ય જિલ્લાઓને પૂરેપૂરી સહાયની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અને રાજકોટ જિલ્લાને આશરે ૮૫ કરોડ જેટલી સહાયની ગ્રાન્ટની જરૂરીયાત હોય તેની સામે માત્ર ૪૩ કરોડની જ સહાયની ગ્રાન્ટ આપવામાં આવી છે.

સરકારની માર્કેટીંગ ડેપલોપમેન્ટ આસીસટન્ટ સ્કીમની સહાય અગાઉ મંજૂર થઈ છે. રાજકોટ જિલ્લા માટે આશરે ૨.૫ કરોડ જેટલી સહાયની જરૂરીયાત છે. તેનીસામે છેલ્લી ગ્રાન્ટ ઓકટોબર ૨૦૧૯માં મળેલ અને તેમાં પણ આશરે ૧ કરોડની સામે માત્ર ૧૫ લાખ આસપાસ જ ગ્રાન્ટની સહાય મળી છે.

સરકારની ઔદ્યોગીક નીતિ ૨૦૦૯ની સહાય પણ અગાઉ મંજૂર થઈ છે. અને તે છેલ્લે ડિસેમ્બર ૨૦૧૯માં મળી છે. ત્યારબાદ આ નીતિ અંતર્ગત એક પણ વખત સહાય મળી નથી.

રાજકોટ જિલ્લાના ઔદ્યોગીક એકમો માટે વિવિધ યોજનાઓ માટે મંજૂર થયેલ સહાયોની ગ્રાન્ટ સમયસર તેમના ખાતામાં જમા થાયતેવી વ્યવસ્થા કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.