Abtak Media Google News

ઔદ્યોગિક એકમો – વિસ્તારોમાં સલામતીનાં નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે સરકારી  ખાતાઓ અને એજન્સીઓ, સ્વૈછિક સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે મળીને કામ કરે

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈન્ડસ્ટ્રીઅલ સેફ્ટી માટે રાખેલી તકેદારી અને ઝીરો ઈન્ડસ્ટ્રીઅલ એક્સીડન્ટનાં અભિગમને કારણે ગુજરાતમાં વર્ષ ૨૦૧૯માં ઔદ્યોગિક અકસ્માતો અને મૃત્યુ આંકમાં ૨૦%નો ઘટાડો નોંધાયો છે. ઉદ્યોગોમાં સલામતિનાં ધોરણોનું પાલન કરાવવા માટેનાં રૂપાણી સરકારનાં ખાત્રીપૂર્વકનાં બહુપાંખીયા પ્રયાસોના ફળ મળી રહ્યા હોય તેમ જણાય છે. ચાલુ વર્ષે રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતો તથા તેને કારણે થતા મૃત્યુનાં પ્રમાણમાં સરેરાશ ૨૦% સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. રાજ્યનાં શ્રમિક અને રોજગારી ખાતાં હેઠળ કાર્ય કરતા ઉઈંજઇં – ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય નિયામકશ્રીનાં જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ૧૬૮ દુર્ઘટનાઓ થઈ છે,

જ્યારે ૨૦૧૮માં આ જ સમયગાળા દરમિયાન ૨૧૩ દુર્ઘટનાઓ થઈ હતી. ૨૦૧૮માં જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ૨૨૯ લોકો ઔદ્યોગિક અકસ્માતોનાં કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૨૦૧૯માં જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં લોકોનાં ઔદ્યોગિક અકસ્માતોને કારણે ૧૮૫ લોકો મૃત્યુ પામ્યા છે. આમ, ઔદ્યોગિક ક્ષેત્રે થતા અકસ્માતો અને તેનાથી થતા મૃત્યુની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

ઔદ્યોગિક અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં ઘટાડાનું કારણ રૂપાણી સરકારે ઈન્ડસ્ટ્રીઅલ સેફ્ટી માટે રાખેલી તકેદારી અને ઝીરો ઈન્ડસ્ટ્રીઅલ એક્સીડન્ટનો અભિગમ છે. રૂપાણી સરકાર કારખાનાઓ અને બાંધકામની જગ્યાઓ – સાઈટ્સ પર શૂન્ય અકસ્માત (એક પણ અકસ્માત ન થાય) તે દિશામાં કામ કરવા ઉપરાંત કારખાનાઓમાં કામ કરતા કામદારોમાં સલામતીનાં માર્ગદર્શનો તેમજ તેના નિયમોને પાલન કરવાની અને કરાવવાની જરૂરિયાતો પર ધ્યાન આપી રહી છે. જ્યાં સુધી સલામતીની વાત છે ત્યાં સુધી સરકાર એવાં ઉદ્યોગો કે જેમાં સલામતીનો અભાવ હોય અને એવાં લોકો કે જેઓ કામની સલામતીને ખૂબ જ હળવાશથી લે છે તેઓ સામે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. શ્રમિક અને રોજગારી ખાતાએ એક નિષ્ણાંત લોકોની સમિતીની રચના કરી છે કે જે સમિતી ઔદ્યોગિક સલામતી સુધારવા સ્વાસ્થ્ય અને સલામતીનાં ઊપાયો સૂચવે છે. તેઓ નિયમિતપણે સમીક્ષા બેઠકોનું આયોજન કરીને થયેલી પ્રગતિની સમીક્ષા પણ કરે છે જેથી સલામતિનાં ધોરણોનાં પાલનમાં કઈ રીતે સુધારો લાવી શકાય તે બાબતે ધ્યાન આપી શકાય.

તાજેતરમાં ડાયરેક્ટર ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) તરફથી સરક્યુલર બહાર પાડીને ઔદ્યોગિક એકમોને જણાવવામાં આવ્યું છે કે કામદારોને પૂરા પાડવામાં આવતા વ્યક્તિગત સુરક્ષા સાધનોમાં લઘુત્તમ ભારતીય ધોરણોનું પાલન કરવામાં આવતું હોવું જોઈએ. શ્રમ અને રોજગાર વિભાગે કામદારોને પ્રોત્સાહન આપવા માટે શ્રમ એવોર્ડઝ આપવાની શરૂઆત કરી છે અને આ હેતુ માટે સ્વૈચ્છિક સંસ્થાઓને સલામતિ અંગે સેમિનારો યોજવા માટે તથા જાગૃતિ કાર્યક્રમો યોજવા માટે  ગ્રાન્ટ પણ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.