Abtak Media Google News

છ હોદેદારોમાં ૧૯ પૈકી ૭ અને મહિલા સહિત ૧૦ કારોબારીમાં ૩૪ પૈકી ૨ ફોર્મ પર ખેંચાયા

બાર એસો. ની ચુંટણીમાં ઠંડીમાં ગરમાવો જોવા મળ્યો છે. જેમાં છ હોદા માટે ૧૯ અને મહીલા કારોબારીમાં ત્રણ જયારે નવ કારોબારીમાં ૩૧ એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ઉપપ્રમુખમાં ત્રણ ફોર્મ પરત ખેંચાતા ઇન્દુભા ઝાલા બીનહરીફ જાહેર થયા છે. પ્રમુખમાં એક અને સેક્રેટરીમાં બે, ટ્રેઝરરમાં એક,  જયારે કારોબારીમાં ૨ ફોર્મ પરત ખેંચાયા છે આજે ચિત્ર સ્પટ થશે.

બાર એસો.ની વર્ષ ૨૦૧૯ ની ચુંટણી લડવા રાફડો ફાટયો છે. જેમાં પ્રમુખ તરીકે એન.આર. જાડેજા, બકુલ રાજાણી, પિયુષ શાહ, હરિસિંહ વાઘેલા, ઉપપ્રમુખ બી.આર. ભગદેવ, મોનિષ જોશી, ચેતન પજવણી અને ઇન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરીમાં જયેશ બોધરા, એન.આર. જાડેજા, જીજ્ઞેશ જોશી, મનોજ તંતી, જોઇન્ટ સેક્રટરીમાં કેતન દવે, સંજય જોશી, ટ્રેઝરરમાં ડી.બી. બગડા, જયેશ બુચ,  રક્ષીત કલોલા, ચીમનભાઇ સાંકળીયા, લાયબ્રેરી સેક્રેટરી નિરવ પંડયા, સંદીપ વેકરીયા તેમજ મહીલા કારોબારીમાં હિરલબેન જોશી, અરુણાબેન પંડયા, અને રેખાબેન તુવર જયારે નવ કારોબારી સભ્યમાં આચાર્ય મનીષ, કલૈસા જાની અને વિવેક ધનેશા સહીત ૩૧ એડવોકેટોએ ઝંપલાવ્યું છે. આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે પ્રમુખ પદમાં ફોર્મ ભરનાર એન.આર. જાડેજાએ ફોર્મ પરત ખેચ્યું છે. જયારે વર્તમન પ્રમુખ બકુલ રાજાણીને ફોર્મ પરત ખેંચાવા માટે દબાણ ઉભુ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. પરંતુ બકુલ રાજાણી ચુંટણી લડવા મકકમ હોવાથી પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખ વચ્ચે જંગ જામે તો નવાઇ નહીં.

જયાર ઉપપ્રમુખમાંં બી.આર. બગદેવ, ચેતન પંજવાણી અને મૌનિષ જોશીએ ફોર્મ પરત ખેંચાતા ઇન્દુભા ઝાલા ચુંટણી મતદાન પૂર્વે બીનહરીફ જાહેર થયા છે.

સેક્રેટરીમાં એન.આર. જાડેજા અને મનોજ તંત્રીએ, ટ્રેઝરરમાં ચિમન સાકરીયાએ જયારે કારોબારીમાં નિરવ પંડયાએ અને હિરલબેન જોશીએ ફોર્મ પરત ખેંચ્યા છે. અને સાંજે પ કલાકે ચિત્ર સ્પષ્ટ થશે. અને આખરી યાદી તા.૧૧ ડીસેમ્બરે જાહેર થયા બાદ ચુંટણી પ્રચાર કાર્ય જોશશોર થશે.

આ વર્ષની ચુંટણી ભાજપ લીગલ દ્વારા પોતાની પેનલ ન ઉતારતા વ્યકિતના ધોરણે ચુંટણી યોજાઇ રહી છે.

ઉપરાંત સીનીયરની અવગણાને ચુંટણીથી દુર રહેવું તે કોને દઝાડશે તે તા.ર૧ ડીસેમ્બરના રોજ મતપેટી ખુલ્યા બાદ બહાર આવશે.

7537D2F3 7

સિનિયર જુનિયરોના મઘ્યસ્થી: ત્રણ ફોર્મ પરત ખેંચાતા ઉપપ્રમુખ બિનહરીફ

બાબ એસોસીએશનની તા. ર૧-૧ર ના રોજ યોજાનારા ચુંટણીમાં ઉપપ્રમુખ તરીકે બાલક્રિષ્ન ભગદેવ, મોનિશ જોશી, ચેતન પંજવાણી તથા ઇન્દ્રસિંહ ઝાલા સહીત ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તમામ હોદેદારો વચ્ચે મઘ્યસ્થી સમર્થનકારી વલણ અપનાવવા ભગીરથસિંહ ડોડીયા, વિશાલ ગોસાઇ, પી.સી.વ્યાસ, કે.સી.વ્યાસ, જયેન્દ્ર ગોંડલીયા, પરેશભાઇ મારુ, રાજભા ગોહિલ, જે.એફ. રાણા,

એસ.કે. જાડેજા, હિતુભા જાડેજા અને હરેશ બી. પરસોંડા સહીતનાઓએ જહેમત ઉઠાવતા બાલક્રિષ્ના ભગયદેવ, મોનિશ જોશી, તથા ચેતન પજવાણી એ ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી પરત ખેંચતથા ઇન્દુભા ઝાલા બીન હરીફ થયા બદલ અભિનંદન પાઠવી ખેલદીલી વ્યકત કરી હતી. બીન હરીફ વિજેતા ઉમેદવાર ઇન્દ્રસિંહ (ઇન્દુભા) ઝાલાએ વકીલના હિતના કામમાં ખંભે ખભો મિલાવી સાથે રહી કામ કરવાના કોલ આપેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.