Abtak Media Google News

એકતરફ વિશ્ર્વને કોરોના જેવી મહામારીએ બાનમાં લીધું છે ત્યારે બીજીતરફ ચીનની અવળચંડાઇ ફરીથી સામે આવી છે. સિક્કીમમાં ભારતના સૈનિકો સાથે ઝપાઝપી કરવાનો નાપાક પ્રયાસ કર્યા બાદ લદ્દાખમાં પણ ચીનના હેલિકોપ્ટર જોવા મળતા ભારતીય સેના સતર્ક થઇ ચૂકી છે.

લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યુઅલ ક્ધટ્રોલ (LAC)ની પાસે ચીનની સેનાના હેલિકોપ્ટર જોવા મળ્યા બાદ ભારતીય વાયુસેના સાવધાન ઈ ગઈ છે. ભારતીય વાયુસેનાએ પણ સુખોઈ સહિત બીજા ફાઈટર જેટી પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સુખોઈ-૩૦ MKI  ૨૪૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપી ૫ હજાર કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે. ૧૮ હજાર કિલોગ્રામ વજનને લઈ જવા સક્ષમ આ વિમાન એર ટૂ એર રી-ફિલિંગના કારણે પોતાની રેન્જને વધુ વધારી શકે છે.

કઅઈની પાસે ચીનના હેલિકોપ્ટર તે દરમિયાન જોવા મળ્યા, જ્યારે ઉતરી સિક્કિમના વિસ્તારમાં ચીનના સૈનિકો અને ભારતીય સૈનિકોમાં ઝપાઝપી થઈ હતી. ન્યુઝ એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ ચીનના હેલિકોપ્ટરોએ કઅઈને ક્રોસ કરી ની, જોકે આવું અગાઉ ઘણી વખત ઈ ચૂક્યું છે.

નોર્થ સિક્કિમના નાકુલા સેક્ટરમાં શનિવારે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે યેલી ઝપાઝપીમાં બંને તરફ જવાન ઘાયલ થયા હતા. સેનાના સૂત્રોનું કહેવું છે કે બંને દેશોના સૈનિકોનું આ દરમિયાન ખૂબ આક્રમક વલણ જોવા મળ્યું. આર્મી સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે પૂર્વી લદ્દાખમાં પણ ૫ અને ૬ મેના રોજ બંને દેશોના સૈનિકો સામ-સામે આવી ગયા હતા. જોકે વાતચીત પછી આ મામલામાં સમાધાન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.