Abtak Media Google News

સ્વદેશી એપ્લીકેશનો ભારતીય ભાષાઓમાં ચાલે છે

ભારત અને ચીન વચ્ચે તણાવભર્યું વાતાવરણ વચ્ચે ભારત સરકાર દ્વારા ચાઈનાની ૫૯ એપ્લીકેશનને ભારતમાં બેન કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ પ્રચલીત બનેલી ટીકટોકનો પણ સમાવેશ થયો છે. ટીકટોક એ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લીકેશનોમાંથી એક છે. ટીકટોકમાં સોર્ટ વીડીયો બનાવી શેર કરવામાં આવતા હોય છે. ટીકટોક ચાઈનીઝ કંપની દ્વારા બનાવાયેલી હોવાથી તે ભારતમાં બેન થઈ ગઈ છે. ત્યારે ભારતનાં ટીકટોક યુઝર્સને ઝટકો લાગ્યો હતો પરંતુ સ્વદેશી ભારતની જ ૧૦ જેટલી એવી એપ્લીકેશનનો છે જેને વાપરવાથી ટીકટોકને પણ ભૂલી જવાય તેવી સ્વદેશી શોર્ટ વિડિયો બનાવવાની એપ્લીકેશનો ઈન્ટરનેટ પર છે. પરંતુ તેના વિશે ઘણા લોકોને માહિતી નથી તો ઘણી ટીકટોકને કારણે આવી સ્વદેશી એપ્લીકેશનનો ઉપયોગ કરતા નથી ત્યારે નવરા પડેલા ટીકટોક યુઝર્સ માટે આ દેશી એપ્લીકેશનો આશિર્વાદ રૂપ સાબીત થશે.

ટીકટોકની જેમ જ આ દસ એપ્લીકેશનોમાં પણ શોર્ટ વિડિયો બનાવી જોઈ તેમજ સેટ કરી શકાય છે. જે આ પ્રમાણે છે. મીશ્રોન એપ્લીકેશન એન્ડ્રોઈડ મોબાઈલ પર ચાલતી એપ્લીકેશન ફ્રી એપ્લીકેશન છે. જેમાં શોર્ટ વિડિયો બનાવી શકાય છે. તેવી જ રીતે ચિંગારી-રોપોર્સો-હોટસોપ્સ, એમએક્ષ ટકાટક, ટ્રેલ સેરચેટની મોજ બોલો ઈન્ડીયા, રીઝવ અને બીટલોટ ટીકટોકની અવેજી પૂરી પાડે તેવી સ્વદેશી એપ્લીકેશનો છે. આ બધી એપ્લીકેશનો એન્ડ્રોઈડ મોબાઈલ પર ચાલતી ફ્રી એપ્લીકેશનો છે. આ એપ્લીકેશનોમા શોર્ટ વીડીયો બનાવી જોઈ અને સેર કરી શકાય છે. એપ્લીકેશનોમાં અંગ્રેજી તેમજ ગુજરાતી હિન્દી, પંજાબી એમ અનેક ભાષાઓમાં ચલાવવા માટેના વિકલ્પો આપે છે.

એપ્લીકેશનોમાં વિડિયોમાં અલગ અલગ પ્રકારની ઈફેકટ પણ ઉમેરી શકાય છે તેમજ રોપોઝો એપ્લીકેનમાં શોર્ટ વીડીયોની સાથે સાથે ફોટો એડીટીંગ પણ થઈ શકે છે. અલગ અલગ પ્રકારના રમુજી સ્ટીકરો પણ આ એપ્લીકેશનમાં આપવામાં આવે છે. હોટસોપ્સ એપ્લીકેશનની વાત કરવામાં આવે તો તેમાં ૧૫૦ મીલીયન જેટલા યુઝર્સ છે. એમએકસ પ્લેયરની ટકાસ એપ્લીકેશનની જોવાત કરવામાં આવે તો આ એપ્લીકેશનમાં ડબીંગ કોમેડી ગેઈમીંગ મીકસ જેવી અનેક કેટેગરીના વીડીયો બનાવી શકાય છે.

ભારતીય આ ૧૦ એપ્લીકેશનો ટીકટોકની અવેજી પુરવા માટેની એપ્લીકેશનો આબીત થઈ છે. ભારતમાં ટીકટોક બંધ થયા પછી ટીકટોક યુઝર્સનો ઘસારો આ બધી એપ્લીકેશનોમાં જોવા મળી રહ્યો છે. ભારતીય સોશ્યલ મીડીયાના ઉપયોગમાં અગ્રીમતા ધરાવે છે. ત્યારે આવી બધી એપ્લીકેશનોનો ઉપયોગ વધારે થવાનો છે.

તાજેતરમાં જ રાજકોટમાં ટીકટોક જેવી શોર્ટવીડીયો બનાવતી એક એપ્લીકેશનને લોન્ચ કરવામાં આવી છે. જેનું નામ ‘કેસ્ટાર’ છે. વડાપ્રધાન દ્વારા સ્વદેશી અપનાવોનાં આહવાહનના ભાગ રૂપે ‘કેસ્ટાર’ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. તેમજ સ્વદેશીકરણને પ્રજાએ પણ પ્રોત્સાહન આપવા ચાઈનીઝ એપ્લીકેશનનો બહિષ્કાર કરી ભારતીય એપ્લીકેશનોનો ઉપયોગ કરવા લાગ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.