ખેડુતોના હિત અને અન્ન સુરક્ષા બિલને લઈને ડબલ્યુટીઓમાં ભારતની જીત

farmers
farmers

વિશ્ર્વ ફલક પર ખાધ સુરક્ષા બીલને મજબુત કાયદાકીય સુરક્ષા આપવા માગે છે ભારત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની મંત્રી પરિષદમાં ભારત ખેડુતોના હિત અને ખાધ સુરક્ષા બિલને સુરક્ષીત રાખવામાં સફળ રહ્યું છે. ભારત સરકાર દ્વારા કૃષિ, મત્સ્ય ઉદ્યોગ પર સબસીડી, માળખાગત સુવિધાઓ અને અન્ય સેવાઓ જેવા મુદાઓ પર વધુ કામ કરવું એ આગામી ૨૦૧૯ની મંત્રી પરિષદમાં પણ પ્રગતીની તકો માટે છે.

૨૦૧૪ના શાંતી પ્રસ્તાવને કારણે ભારતની ખાધ સુરક્ષા કાર્યક્રમ સુરક્ષીત છે. ભારતની ખેડુતોને ટેકાના ભાવ આપવાની સમર્થતા હજુ અકબંધ છે. એમ ડબલ્યુટીઓમાં ભારતનાં કાયમી પ્રતિનિધિ જે.એસ. દીપકે જણાવ્યું હતુ.

ઉપરાંત, કુલ ઉપજના ૧૦% ઘઉં અને ચોખા પ્રજાને ઉપલબ્ધ ન કરી શકવાના મુદે સરકાર પર કાયદાકીય પગલા લેવાની કલમને ભારત ઘણા સમય પહેલા સુરક્ષીત કરી ચૂકયું છે. એમ એક અન્ય પ્રતિનિધિએ જણાવ્યું હતુ.

અત્યારની શાંતીની કલમમાં સુધારો કરી ભારત ખાધ સુરક્ષાબીલના ખરીદી, સંગ્રહ અને વહેચણીના કાર્યક્રમને મજબુત કાયદાકીય સુરક્ષા આપવા માગે છે. જે ભારતની પ્રજાને ખાધ સુરક્ષા પુરી પાડવામાં ખૂબજ અગત્યનું બની રહેશે.

Loading...