લંકાને હરાવી ભારતનો અન્ડર-૧૯ વર્લ્ડકપમાં વિજયી શુભારંભ

103

સિઘ્ધેશ વીર બન્યો મેન ઓફ ધ મેચ: શ્રીલંકાની ટીમ ૨૦૭ રન કરી પેવેલિયન પરત

હાલ દક્ષિણ આફ્રિકા ખાતે અંડર-૧૯ વર્લ્ડકપની શરૂઆત થઈ છે ત્યારે ગ્રુપ-એ નો સાતમો મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયો હતો જેમાં શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમનાં બેટસમેનોએ હકારાત્મક અભિગમ સાથે ક્રિકેટ રમત રમી ટીમનો સ્કોર ૨૯૭ રને પહોંચાડયો હતો. ટીમનાં ઓપનીંગ બેટસમેન યશસ્વી જયસ્વાલે ૫૯ રનનું યોગદાન આપ્યું હતું જયારે દિવ્યાંશ સકસેના ૨૩, તિલક વર્મા ૪૬, સુકાની પ્રિયમ ગર્ગ ૫૬, વિકેટ કિપર ધ્રુવ જુલેર ૫૨ અને સિઘ્ધેશ વીરે ૪૪ રન કરી ટીમનો સ્કોર ૨૯૭ રને પહોંચાડયો હતો.

આ તકે શ્રીલંકા તરફથી બોલીંગ કરી કરેલા આમસી ડિસીલ્વા, આસીયન ડેનીયલ, ડિલ્સન મધુશંકા અને કવિન્ડુ નદીશાને એક-એક વિકેટ ઝડપી હતી જયારે શ્રીલંકાની ટીમ લક્ષ્યનો પીછો કરતા ટીમ માત્ર ૨૦૭ રન જ નોંધાવી શકી હતી અને પેવેલિયન પરત થઈ હતી.

અંડર-૧૯ ભારતીય ટીમ ૯૦ રને શ્રીલંકા સામે વિજય મેળવ્યો હતો જેમાં ભારત તરફથી બોલીંગ કરનારા આકાશ સિંગ, સિઘ્ધેશ વીર અને રવિ બિસ્નોઈએ બે-બે વિકેટ ઝડપી હતી અને કાર્તિક ત્યાગી અને સુશાંત મિશ્રાએ એક-એક વિકેટ ઝડપી હતી અને ટીમને માત્રને માત્ર ૨૦૭ રન પર જ સિમિત કર્યું હતું.

શ્રીલંકા તરફથી સર્વાધિક સ્કોર સુકાની નિપુન ધનંજય, રવિન્ડુ લસન્થા અને કામિદ મિશ્રાએ નોંધાવ્યા હતા. આ તકે ભારતે અંડર-૧૯ વર્લ્ડકપમાં પ્રથમ મેચ શ્રીલંકા સામે ૯૦ રને જીતી વર્લ્ડકપનો શુભારંભ કર્યો હતો. મેચ બાદ સિઘ્ધેશ વીરને મેન ઓફ ધ મેચ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો જેમાં તેને ૨ વિકેટ ઝડપી ૪૪ રન કર્યા હતા.

Loading...