Abtak Media Google News

ભારતના આઝાદીકાળથી દેશના વિકાસમાં જેણે સિંહ ફાળો આપ્યો છે તેવા ટાટા જુથના ચેરમેન રતન તાતા ‘ટાટા’ ટ્રસ્ટનું અધ્યક્ષપદ માટે ચલાવેલી શોધ અંતે પુરી થઈ હોય તેમ નોયલ ટાટા ટ્રસ્ટનું પદભાર સંભાળશે.

સાયરસ મિસ્ત્રીને એકા-એક તાતા ગ્રુપના ચેરમેનપદેથી દુર કરનાર રતન તાતા પણ હવે ટ્રસ્ટનો હવાલો યોગ્ય હાથમાં સોંપીને નિવૃત થઈ રહ્યો છે. તાતા ગ્રુપની ૧૦૮ અબજ ડોલર એટલે કે ૭૩.૨૭ અબજ રૂપિયાની મુડીમાં ટ્રસ્ટની ૬૬ ટકા ભાગીદારી છે. નવા ચેરમેનની નિમણુક માટેની પ્રક્રિયા માટે સલાહ લેવાઈ રહી છે અને ટુંક સમયમાં જ રતન તાતાના જુના કાર્યોને નિષ્ઠાપૂર્વક આગળ વધારે એવા વ્યકિતની આ ટ્રસ્ટનું સુકાન સોંપાશે તેવી જાણ રતન તાતા ગ્રુપના જુના વિશ્વાસપાત્ર અધિકારી કૃષ્ણકુમારે જણાવ્યું હતું. તાતા ગ્રુપની સ્ટેટ કંપનીઓમાં ૪૧ અબજ ડોલરનું રોકાણ છે.

રતન તાતા ટ્રસ્ટની કમાન નવા ચેરમેનને સોંપે પણ તે સભ્ય તો રહેશે જ. ટાટા ટ્રસ્ટના નવા સુકાની તરીકે નોયલ તાતાની નિમણુકની જાહેરાત ટુંક સમયમાં થઈ રહી છે. તાતા પરીવારના જ સભ્ય નોયલ તાતા ટુંક સમયમાં જ બોર્ડમાં પદભાર સંભાળશે. નોયલની તાતા જુથની કમાન સંભાળવાનું ખુબ જ લાંબી વિચારણા બાદ સુનિશ્ચીત થયું હતું. ૮૧ વર્ષના રતન તાતા ટ્રસ્ટી તરીકેનો પદભાર ચાલુ રાખશે. ૬૨ વર્ષના નોયલને ટ્રસ્ટનો સંપુર્ણકાર ભાર સંભાળશે. તાતા પરીવારના ઔધોગિક સભ્ય બોર્ડમાં સતાવાર રીતે સામેલ કરવામાં આવશે. ૨૦૧૮માં ૧૨૦૦ કરોડના ભાગીદાર અને રતન તાતાના નાના ભાઈ જીમી પણ ત્રણ દાયકાથી ટ્રસ્ટની જવાબદારી સંભાળી રહ્યા છે. ટ્રસ્ટીમાં નૌશીર સુનાવાલા, રતન તાતાની જવાબદારી માટે યોગ્ય માનવામાં આવતા હતા તે સામાજીક ઉતરદાયિત્વનું કામ પણ નિભાવતા હતા અને ૧૧૧ બિલિયન ડોલરના તાતાના મીઠાથી લઈ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝની કંપનીઓ ચલાવતા હતા.

તાતા ગ્રુપની કંપનીઓમાં પારસી પરિવારનાં નેતૃત્વની પરંપરા રહી છે. તાતા ટ્રસ્ટ બોર્ડમાં નોયલ તાતાનું આગમન સ્વભાવિક રીતે રાબેતા મુજબ ગણવામાં આવી રહ્યું છે. રતન તાતા પોતાના વિશ્વાસુ નોયલને પોતાની જવાબદારી સોંપી રહ્યા છે. નોયલ જ સાયરસ મિસ્ત્રી સામેના કાનુની જંગમાં રતન તાતાની પડખે ઉભા હતા. રતન તાતાએ નોયલના ત્રણ બાળકોની પરસ્પરની લાગણીના સંબંધો પણ જાણીતા છે. તાતા ટ્રસ્ટના નવા સુકાની નોયલ તાતા, રતન તાતાના અનુગામી તરીકે ખુબ જ યોગ્ય હોવાનું આંતરીક સુત્રો પણ સ્વિકારી ચુકયા છે. તાતા સનના બોર્ડમાં સ્થાન પામનાર નોયલ પર કંપનીના વિશ્વાસની સુદ્રઢતાની સાથે-સાથે ભવિષ્યની અપેક્ષાનું ભારણ રહેશે. અગાઉ રતન તાતાએ પોતાના અનુગામી તરીકે સાયરસ મિસ્ત્રીની વરણી કરી હતી અને ત્યારબાદ ઉભી થયેલી કાનુની પ્રક્રિયામાં ઉતરવા માટે રતનતાતાની નોયલ તાતાએ ખુબ જ મદદ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.