વોર્મઅપ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો કંગાળ દેખાવ

141

પ્રશંસકોને ધૈર્ય રાખવા તેંડુલકરનો સંદેશ

વિશ્વકપ પૂર્વે ભારત તેનો પ્રથમ વોમઅપ મેચ ન્યુઝીલેન્ડ સામે રમ્યું હતું જેમાં ટીમનો કંગાળ દેખાવ થતાં પ્રશંસકોમાં ચિંતાની લાગણી વ્યાપી હતી ત્યારે સચિન તેંડુલકર દ્વારા પ્રશંસકોને ધૈર્ય રાખવાનું પણ કહેવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાનાં બેટસમેનો વર્લ્ડકપ પહેલા વોમઅપ મેચમાં સારું પ્રદર્શન કરી શકયા ન હતા. ન્યુઝીલેન્ડ વિરુઘ્ધ પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમ ૩૯.૨ ઓવરમાં ૧૮૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોપ-૭ માંથી એક પણ ખેલાડી અડધી સદી ફટકારવામાં અસક્ષમ નિવડયા હતા.

ભારતીય ટીમમાં રમી રહેલાં રવિન્દ્ર જાડેજા કે જેઓ આઠમાં ક્રમે આવી ૫૪ રન કરતાં ટીમનો સ્કોર ૧૫૦ રનને પાર પહોંચાડયો હતો. ઝડપી બોલરે ટ્રેન્ટ બોલ્ટે ૩૩ રન આપી ૪ મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી. ૧૮૦ રનનાં લક્ષ્યાંકને સિદ્ધ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ તરફથી કેન વિલયમ્સને ૬૭ રન અને રોસ ટ્રેલરે ૭૧ રનની ઈનીંગ રમતા ૩૭.૧ ઓવરમાં ૪ વિકેટનાં ભોગે ૧૮૦ રન કર્યા હતા. મેચમાં ભારતીય ટીમનાં સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જમણા હાથ પર ઈજા થવાનાં કારણે વિજય શંકર આ મેચમાં રમવા આવ્યો ન હતો જોકે તેની ઈજા ગંભીર ન હતી.

ભારતની ૮ વિકેટ વહેલી પડી ગયા બાદ રવિન્દ્ર જાડેજા ૫૪ રન અને કુલદિપ યાદવ ૧૯ રન નોંધાવી ૯મી વિકેટ માટે ૬૨ રન ઉમેર્યા હતા. જાડેજાને ફર્ગ્યુસને આઉટ કર્યો હતો જયારે બોલ્ટ ઉપરાંત નિશામે ૨૬ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડ તરફથી માર્ટીન ગપતીલ ૨૨ અને કોલીન મુનરો ૪ રન નોંધાવી મોટી ઈનીંગ્સ રમી શકયા ન હતા. ભારત તરફથી હાર્દિક પંડયા, જસપ્રીત બુમરાહ, યજુવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી.

Loading...