Abtak Media Google News

ગરીબી બેકારીના નારા વચ્ચે…

લોકસભાની ચૂંટણીમાં ૫૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના જે અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી ખર્ચ કરતા પણ વધી જશે

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતની ચુંટણીઓ વિશ્વની સૌથી વધુ ખર્ચાળ ચુંટણી બની રહે છે. ભારતના છ અઠવાડિયા સુધી ચાલતા લાંબા મતદાનના સાત તબકકામાં ઉતરમાં હિમાલય અને દક્ષિણમાં હિંદ મહાસાગર, પશ્ચીમમાં રણ અને પૂર્વમાં સુંદરવનના જંગલોના ચાર છેડા ધરાવતા ભારતમાં યોજાનારી ચુંટણી વિશ્વની સાથી મોંઘી ચુંટણી બની રહેવાની છે. ૨૦૧૯ની લોકસભાની ચુંટણી ૧૧મી એપ્રિલથી શરૂ થશે અને ૧૯મીએ સુધી ચાલશે. આ ચુંટણી પાછળ ૫૦ હજાર કરોડ રૂપિયા એટલે કે ૭ બિલિયન અમેરિકન ડોલરનો ખર્ચો થશે.

૨૦૧૬માં અમેરિકામાં યોજાયેલી પ્રમુખપદની ચુંટણીમાં ૬.૫ બિલિયન ડોલરનો ખર્ચ થયો હતો. ભારતની ચુંટણીનો ખર્ચ તો તેના પરથી પણ વધી જશે. સેન્ટર ફોર મિડીયા સ્ટડીઝ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ગત લોકસભા કરતા આ વર્ષે ચુંટણી ખર્ચ ૪૦ ટકા વધી જશે અને એક મતદાર પાછળ ૫૬૦ રૂપિયાના ખર્ચનો અંદાજ આંકવામાં આવ્યો છે. સીએમએસના ચેરમેન એનભાસ્કર રાયે જણાવ્યું હતું કે, સોશિયલ મિડીયા પ્રવાસ અને જાહેરાતોમાં આ ખર્ચનો આંકડો વધારી દીધો છે. ચુંટણી ખર્ચનું ભારણ વધારવા માટે સોશિયલ મિડિયાનો વપરાશ કારણભુત માનવામાં આવે છે.

૨૦૧૪માં સોશિયલ મિડીયા પાછળ ૨.૫ બિલિયનનો ખર્ચ થયો હતો. આ વર્ષે તેમાં ખર્ચ ૫૦ બિલિયન સુધી પહોંચી જશે. સોશિયલ મિડીયા અને ચુંટણી ખર્ચમાં થયેલા સર્વેમાં હેલીકોપ્ટરો અને વાહનોનો ઉપયોગ ઉમેદવારો અને કાર્યકરોના પ્રવાસ સભાઓ પાછળ હવે લખલુંટ ખર્ચા થઈ રહ્યા છે. કોલંબિયા યુનિવર્સિટીના લેકચરર સાયમન કે જેવા ભારતની ચુંટણી પ્રક્રિયા પર અભ્યાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ચુંટણીમાં દરેક કાર્યકરો, નેતાઓ નવી વસ્તુઓ અને આકર્ષક પઘ્ધતિ અપનાવવાનાં પ્રયાસો કરતા હોય છે. ઉમેદવારો મતદારો પાછળ ખર્ચ કરવામાં પાછુ વળીને જોતા નથી. ઉમેદવારો, ભેટ વસ્તુઓ, પ્રવાસ અને પ્રચાર પાછળ ખુબ નાણા વાપરે છે. ૫૪૩ બેઠકોના ૮૦૦૦ ઉમેદવારોમાં થનારા આ ચુંટણી જંગમાં મતદારો છેવટ સુધી મન કળવા દેતા નથી.પરંતુ તેમ છતાં ઉમેદવારો દરેક મતદારને ધ્યાને લઈને ખર્ચ કરવો પડે છે.

ચુંટણી દરમ્યાન મતદારોમાં ભેટ સોંગાદો, રોકડ, દારૂ, ખાવા પીવાની પાર્ટી, મિક્ષક્ષર ટીવી, કપડા જેવી વસ્તુઓની જયાફત ઉઠાવવામાં આવે છે. ગયા વખતે ચુંટણીપંચે ૧.૧૩ બિલિયન બિન હિસાબી રોકડ, દારૂ અને કેફી દ્રવ્યો પકડયા હતા. ચુંટણીમાં સૌથી વધુ ખર્ચ ચુંટણી સભાઓ ખાણીપીણી અને ડમી ઉમેદવારોને ઉભા રાખવામાં થાય છે. ચુંટણીમાં ઉભા રાખવા કરતા મત કુટવાનું રાજકારણ વધુ મોંઘુ પડે છે. આ વખતે ફેસબુક સહિતનાં સોશિયલ મિડીયા પાછળ ચાર હજાર કરોડનો ખર્ચ થશે. ભારતમાં સમૃદ્ધિથી ૧૫૦૦૦ ફુટ ઉંચો હિમાલયાશ પણ ચુંટણી વ્યવસ્થા અને ભારતના ચુંટણીપંચ દ્વારા દેશના ચારેય ખુણે મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કયાંક વિમાનો દ્વારા કયાંક હોડીઓ દ્વારા અને કેટલાક વિસ્તારોમાં હાથીઓ પર ઈવીએમ મશીનો પહોંચાડવામાં આવશે. અમેરિકાથી પણ વધુ ખર્ચાળ બનનારી આ ચુંટણી વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

ઉમેદવારોની મિલકતની વિગતો જાહેર કરવાના નિયમનો અમલ કેમ થતો નથી?: સુપ્રીમ

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના લોક તાંત્રિક ઢબે નિષ્પક્ષ રીતે ચુંટણી યોજાય તે માટે કાયદાના સામ્રાજય અને નિયમોના આદર્શ અમલની સુપ્રિમ કોર્ટે હિમાયત કરી છે. લોકપ્રહરી દ્વારા જાહેર હિતમાં નિષ્પક્ષ  ચુંટણી અને ઉમેદવારોની આવક અને સંપતિ ની જાહેરાતના આદર્શ વ્યવસ્થાની હિમાયત કરતી જાહેર હિતની સુનાવણીમાં મુખ્ય ન્યાયમૂતિ રંજન ગોગાઇ, દિપક ગુપ્તા અને સંજીવ ખન્નાએ દેશના કાયદા મંત્રાલયને એવો નિર્દેશ આપવાનો નિર્ણય કર્યો હતો કે શા માટે દેશમાં ચુંટણી લડતા ઉમેદવારો ની આવક અને મીલકતોની ચકાસણીની કોઇ વ્યવસ્થા નથી. સુપ્રિમ કોર્ટ રાજકારણીઓની સતત પણે વધતી જતી આવકો અને સંપતિના ભરવા સામે તપાસ અને તેની વિગતોની આર્દશ વ્યવસ્થા ઉભી કરવાનું જણાવ્યું હતું. સુપ્રિમ કોર્ટે એવો નિર્દેશ આપ્યો હતો કે દેશમાં એક તરફ આર્દશ રાજકીય વ્યવસ્થાની હિમાયત કરવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ રાજકારણીઓની સતત વધતી જતી આવક અને મિલકત સામે કોઇ અસરકારક માળખુ જનથી કે જેનાથી રાજકારણીઓ ઉમેદવારોની મિલકતની સાચી માહીતી મળી શકે.

સુપ્રિમ કોર્ટે રાજકારણમાં કાર્યરત નેતાઓની મિલકતોની વિગતો જાહેર કરવાની વ્યવસ્થા અને મતદારો સમક્ષ તેની સ્થિતિ ઉજાગર થાય તેની હિમાયત કરી હતી.

સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે સરકાર શા માટે ઉમેદવારોની સંપતિની વિગતો માટે અસરકારક કામગીરી કરવા માટે ઉદાસીનતા સેવે છે. ૨૦૧૮ના ચુકાદાને ટાંકીને જણાવ્યું હતું કે રાજકારણીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરીને ઉભી કરવામાં આવેલી સંપતિઓ અને આવક છુપાવવા માટે અપનાવવામાં આવતી અલગ અલગ તરકીબો આશ્રિતોના નામે ઉભી કરવામાં આવતી મિલકતોનો મુદ્દો ગંભીર બાબત છે.

દેશના રાજકારણમાં રાજકીય લોકોના ભ્રષ્ટાચાર અટકાવવાની ઇચ્છા શકિત ન હોય એવું વાતાવરણ ઉભું થયું છે. રાજકારણએ કમાણીનું સાધન બની ગયું. ઉમેદવારો ચુંટણી લડવા માટેના ફોર્મ ભરવામાં પ્રથમ વખત જે મિલકતો અને મુળીની જાહેરાત કરે છે તેમાં જાદુઇ રીતે વધારો જોવા મળે છે રાજકારણીની સંપતિમાં સતત વધારો થાય છે.

ફેબ્રુઆરી ૧૬ ૨૦૧૮ના એપેક્ષ કોર્ટના જજમેન્ટમાં રાજકારણીઓની સંપતિ અંગે સચેત રહેવાની હિમાયત કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે સરકારને પ્રશ્ન કર્યો છે કે અત્યારે દેશમાં રાજકીય લોકોની સંપતિની ખરાઇ આવકના સ્ત્રોત અને તપાસની કોઇ વ્યવસ્થા નથી દેશમાં રાજકીય લોકોની સંપતિ અંગે યોગ્ય તપાસ માળખું હોવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.