Abtak Media Google News

ભારત શ્રેણી હારી જવાના ડરથી  ડે-નાઈટ ટેસ્ટ રમવાની  ના પાડી રહ્યાનો ઓસ્ટ્રેલિયાનો આક્ષેપ.

ઑસ્ટ્રેલિયન ક્રિકેટનું સંચાલન કરતી ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (સીએ)ના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર જેમ્સ સધરલેન્ડે ગઈ કાલે કહ્યું હતું કે આ વર્ષના અંતમાં ભારતીય ક્રિકેટ ટીમ અમારે ત્યાં રમવા આવવાની છે ત્યારે ઍડિલેઇડની ૬-૧૦ ડિસેમ્બરની ટેસ્ટને ડે-નાઇટ ટેસ્ટ તરીકે રાખવાનો અમારો વિચાર છે, પરંતુ ભારતીય બોર્ડ સ્પષ્ટ ઇનકાર કરી રહ્યું છે. મને લાગે છે કે ભારતીય ટીમ અમારે ત્યાં ક્યારેય ટેસ્ટ-શ્રેણી જીત્યું નથી એટલે એ કોઈ પણ ભોગે અમારે ત્યાં આ વખતે જીતવા માગે છે અને એટલે જ ડે-નાઇટ ટેસ્ટ રમવા ના પાડે છે. અમારે ત્યાં રમાયેલી તમામ ત્રણ ડે-નાઇટ ટેસ્ટ અમે જીત્યા છીએ એ પણ ભારતના ધ્યાનમાં હશે જ એટલે ઍડિલેઇડમાં ડે-નાઇટ રમવાની એની તૈયારી નથી લાગતી.

સધરલેન્ડે એક રેડિયો સ્ટેશનને આપેલા ઇન્ટરવ્યુમાં એવું પણ કહ્યું હતું કે શેડ્યૂલ નક્કી કરવાનો હક યજમાનને જ મળે અને એટલે અમારી ઇચ્છા છે કે ઍડિલેઇડમાં પિન્ક બોલ ટેસ્ટ રમાય.

જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડનું સંચાલન કરતી કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના વડા વિનોદ રાયે પીટીઆઇને જણાવ્યું હતું કે ભારતીય બોર્ડ પોતાના નિર્ણય પર અડગ છે. કોઈ ફેરફાર નહીં થાય. ડે-નાઇટ પિન્ક બોલ મેચો ફર્સ્ટ-ક્લાસ સ્તરે રમાતી રહેશે. દુલીપ ટ્રોફી ફરી એક વાર ફ્લડલાઇટ હેઠળ રમાશે.

ઑસ્ટ્રેલિયામાં ભારતીયો ક્યારેય ટેસ્ટ-શ્રેણી નથી જીતી શક્યા. અત્યાર સુધીમાં કુલ ૧૧ ટેસ્ટ-સિરીઝ રમાઈ છે જેમાંથી ૮ સિરીઝમાં ઑસ્ટ્રેલિયાની જીત થઈ છે અને ૩ શ્રેણી ડ્રો થઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.