હાઈસ્કોરીંગ મેચમાં ભારતની નચીતથ કરતું ઓસ્ટ્રેલિયા

180

શિખર ધવનની ૧૪૩ રનની સદી એળે ગઈ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી પેટીએમ વન-ડે મેચ હાઈ સ્કોરીંગ રહી હતી. જેમાં ભારતે પોતાની ૯ વિકેટ ગુમાવી ૩૫૮ રન નોંધાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૪૭.૫ ઓવર રમી મેચ જીતી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી પીટર હેન્ડસકોમ ૧૧૭ રન નોંધાવ્યા હતા જયારે ઉસમાન ખ્વાજા ૯૧ રન બનાવી ઓસ્ટ્રેલિયન ટીમને મજબુત સ્થિતિમાં મુકી હતી ત્યારબાદ એસ્ટ્રોનટર્નલના ૮૪ રનની મદદથી ભારત દ્વારા જે વિશાળકાય સ્કોર ઉભો કરવામાં આવ્યો હતો તેને ૧૩ દડા બાકી રહેતા પૂર્ણ કરતા વન-ડે બે-બે થી ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.

ભારત ટીમના ઓપનર રોહિત શર્મા અને શિખર ધવન દ્વારા ૧૯૩ રનની ભાગીદારી નોંધાવવામાં આવી હતી. જેમાં રોહિત શર્માએ ૯૫ અને શિખર ધવને ૧૪૩ રન નોંધાવ્યા હતા. વાત કરવામાં આવે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની તો તે પોતાના નિજિ સ્કોર નોંધાવી આઉટ થયો હતો ત્યારબાદ ભારતીય ટીમને ૩૫૮ રનના સ્કોર સુધી પહોંચવા રીષભ પંથ દ્વારા ૩૬ અને વિજય શંકર દ્વારા ૨૬ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. ૩૫૯ રનના લક્ષ્યાંકને સર કરવા ઓસ્ટ્રેલિયન ટીમ મેદાને ઉતરી હતી ત્યારે તેમની પ્રથમ વિકેટ તેમના કેપ્ટન એરોન પીચના નામે હતી કે જેઓ શૂન્ય રન નોંધાવી આઉટ થયો હતો. ત્યારબાદ સોન માર્સ પણ ૬ રન નોંધાવી પેવેલિયન પરત ફર્યો હતો.

એક ક્ષણે એવું પણ લાગતું હતું કે, ૧૨ રનમાં ૨ વિકેટ પડી જતા ભારતીય ટીમ ખુબ જ આસાનીથી મેચ વન-ડે સીરીઝ પોતાના નામે કરી લેશે પરંતુ પીટર હેનસકોમ અને ઉસ્માન ખ્વાજાની શુઝબુઝ ભરી રમતના કારણે ભારત દ્વારા આપવામાં આવેલા સ્કોરને ખુબ જ સહેલાઈથી પાર પાડયો હતો.વિશ્લેષણ કરવામાં આવે તો ભારતીય ટીમની મજબુત રમત બાદ હારવાનું મુખ્ય કારણ શું તો ત્યારે એક વાતની પુષ્ટિ થાય છે કે રીષભ પંથ દ્વારા મહત્વપૂર્ણ બે સ્ટમ્પીંગ તેના દ્વારા છોડવામાં આવ્યા હતા જેના કારણે ભારત દ્વારા જે મેચ જીતવાની આશા હતી તેના ઉપર પણ પાણીઢોળ થઈ ગયું હતું. જયારે એસ્ટ્રન ટર્નરનો એક કેચ પણ ભારતીય ટીમ દ્વારા છોડવામાં આવ્યો હતો જેને આખી રમત પલટાવી દીધી હતી અને ભારતે હારનો સામનો કરવો પડયો હતો.

Loading...