Abtak Media Google News

પોરાણિક કથા અનુસાર ગંગા નદીએ સ્વર્ગમાં વાસ કરતી હતી ભગીરથ નામને ઋષિ દ્વારા તેને તપસ્યાથી સ્વર્ગ માંથી નીચે ઉતારી હતી અને તેને મહાદેવે પોતાની જટામાં ગંગા નદીને ઝીલી ને પૃથ્વી પર વહાવી હતી. ગંગા નદી ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે. હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે.

Un 18ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. જયારે કે બાંગ્લાદેશમાં ગંગાને પધ્માં કહેવાય છે અને ગંગા તથા બ્રમ્હ્મ્પુર્ત્રાનાં સયુંકત પ્રવાહને મેઘના કહેવાય છે.

ગંગાની લંબાઇ ૨૫૧૦ કિ.મી. (૧૫૫૭ માઇલ) છે. યમુના અને ગંગા મળીને ઉતર ભારત અને બાંગ્લાદેશનાં ફળદ્રુપ અને સપાટ પ્રદેશો રચે છે અને દુનિયાની સૌથી વધુ વસ્તીને પોષણ પુરું પાડે છે. દુનિયાના ૧૨ માંથી ૧ માણસ (દુનિયાની વસ્તીના ૮.૫%) ગંગા અને યમુનાના પાણીથી સિંચાતા પ્રદેશમાં રહે છે. ગંગા નદીની જેટલી બીજી ફળદ્રુપ કોઈ નદી નથી.

276Afeca Ef31 11E6 9744 939F10Ba6C21
dolphin

ગંગામાં બે પ્રકારની ડોલ્ફીન માછલી મળી આવે છે – ગંગા ડોલ્ફીન અને ઇરાવાડી ડોલ્ફીન. ગંગામાં શાર્ક માછલી – ગ્લીફીસ ગંગેટિકસ – પણ મળી આવે છે – નદીના પાણીમાં શાર્ક ભાગ્યે જ મળી આવતી હોય છે.

ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. ગંગા હિમાલયની ખીણોમાંથી પસાર થતી હરિદ્વાર પાસે બહાર નીકળે છે. સપ્ટેમ્બરથી માર્ચ દરમિયાન અહિ ખાસ્સુ રાફટીંગ થાય છે.

Happy Mahashiv Ratri Bhagirath And Gangaઉત્તરપ્રદેશ અને બિહારના સપાટ પ્રદેશોમાંથી નીકળતી ગંગા ત્યાંની મુખ્ય નદી છે. યમુનાનું પોતાનું મહત્વ ઘણુ છે અને તે પ્રયાગ પાસે ગંગામાં ભળે છે આથી પ્રયાગ તીર્થધામ છે. પ્રયાગ અત્યારે અલ્હાબાદ તરીકે ઓળખાય છે.

તેમજ અન્ય એક પોરાણિક કથા મુજબ રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને ગંગાની ઉત્પતિની વાત કરે છે. તે પ્રમાણે સગર રાજાને ૬૦,૦૦૦ પુત્રો સરખી પ્યારી પ્રજા હતી. જ્યારે સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં બાધા નાખવા ઇન્દ્ર તે અશ્વને કપિલ મુનિના આશ્રમમાં મુકી આવ્યો.

સગરના પુત્રો ઘોડાને શોધતા આશ્રમમાં ગયા અને કપિલમુનિને અશ્વ ચોરવા માટે અપમાન કર્યુ. ત્યારે કપિલ મુનિએ તેમને બાળીને મારી નાંખ્યા. સગરને આ વાતની ખબર પડી અને પોતાના પુત્રોની સદ્ગતિ માટે પ્રાર્થના કરી. ત્યારે તેમના જાણવામાં આવ્યું કે સ્વર્ગની નદી ગંગા ને જો પૃથ્વી પર લાવવામાં આવે અને તેમાં તેના પુ્ત્રોના અસ્થિ પધરાવવામાં આવે તો તેમને સદ્ગતિ મળશે. સગર પછી તેનો પુત્ર અંશુમાન પછી દીલીપ વગેરેએ ગંગાને લાવવાના વ્યર્થ પ્રયત્નો કર્યા.

Bhagiratha
bhagiratha

છેવટે ભગીરથ રાજાના તપ અને કાર્યથી ગંગા પૃથ્વી પર આવવા રાજી થઇ. પરંતુ ગંગાના પ્રવાહને જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો તે પાતાળમાં જતી રહે. આથી ભગીરથે ભગવાન શંકરને ગંગાના પ્રવાહને ઝીલી લેવા વિનંતિ કરી. છેવટે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી અને ભગવાન શંકરે તેને પોતાની જટામાં સમાવી લીધી.

શંકરે જટામાંથી ગંગાની નાની ધારને વહાવીને પૃથ્વી પર પડવા દીધી. પછી ભગીરથ જ્યાં પણ ગયો ત્યાં ગંગા પાછળ આવતી ગઇ. રસ્તામાં જહ્નુ ઋષિના આશ્રમમાં ગંગાએ વિનાશ કર્યો આથી જહ્નુ મુનિ તેને પી ગયા અને ભગીરથની વિનંતિથી તેને પોતાના કાનમાંથી બહાર કાઢી.

24Ganga2 આમ તે જહ્નુની પુત્રી ગણાઇ અને તેનું નામ જ્હાનવી પણ પડયુ. ભગીરથ ગંગાને હિમાલયથી બંગાળ સુધી લઇ ગયા કે જ્યાં સગરના પુત્રોના અસ્થિ હતા. આવી રીતે ગંગા નદી ની સફર થાય છે અને ભારત માં ગંગા નદીને માત્ર નદી નહિ પરંતુ મોક્ષનું ધામ માનવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.