Abtak Media Google News

આ ૧૦ હેરોન ડ્રોન બોર્ડર પર દુશ્મનોને શોધી કાઢવામાં મદદરૂપ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ માસમાં ઈઝરાયલની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમિયાન બંને રાષ્ટ્રો ભારત અને ઈઝરાયલ વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી વિકસાવવા પર વાટાઘાટો કરાઈ હતી. જે અનુસાર ભારત તેની પ્રથમ મિસાઈલ આર્મડ્ ડોન ઈઝરાયલ પાસેથી ખરીદશે જે બોર્ડર પર ખાસી એવી ઉપયોગી નિવડશે. આ હેરોન ટીપી આર્મડ્ ડ્રોન નામની મિસાઈલ ડીટેકટ અને ટ્રેકીંગમાં સક્ષમ છે. આ ડ્રોન હવામાં ગોળીબાર કરવામાં સક્ષમ છે.

ભારતને વ્યુહાત્મક સાધન સરંજામ પહોંચાડનાર ઈઝરાયલ મોદી સરકારના ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોજેકટમાં મહત્વનો ભાગ ભજવશે. ઈઝરાયલે ભારતીય ખાનગી સેકટરોમાં ઉત્પાદન કરવામાં ભાગીદારીની તૈયારી દાખવી છે.

આ ૧૦ હેરોન ડ્રોન વર્ષ ૨૦૧૫થી પ્રોસેસમાં છે એટલે કે ત્રણ વર્ષથી તેને બનાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી તે હવે, ડિલીવરી માટે તૈયાર થઈ ચૂકયું છે. આ મિસાઈલને વહેલી તકે ભારત લાવવામાં આવશે. ઈઝરાયલે આ હેરોન ટીપી ડ્રોનને ફેબ્રુઆરી માસમાં બેંગ્લોરના એરોઈન્ડિયાઓમાં ડીસ્પ્લે કર્યું હતું. અહેવાલોના જણાવ્યા અનુસાર ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ ડીફેન્સ મંત્રાલયે ઈઝરાયલ પાસેથી એકી સાથે ૧૦ મિસાઈલ ‚પિયા ૪૦૦ મીલીયન ડોલરમાં ખરીદવાની મંજુરી આપી હતી. આજ પ્રકારનું આર્મડ્ ડ્રોન વર્ષ ૨૦૧૫માં પણ ખરીદ્યું હતું. દુશ્મન દેશોનો ખાત્મો કરવા આ મિસાઈલ ભારત માટે મહત્વની બની રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.