Abtak Media Google News

૮૦ ટકા ભારતીયોને મીડિયાના રિપોર્ટીંગ પર વિશ્ર્વાસ

લોકોને માહિતગાર કરવા મીડિયા સોશિયો ઈકો અને પોલિટીકલના સમન્વયથી ચોથી જાગીર તરીકે કાર્યરત રહે છે પરંતુ ડિજીટલાઈઝેશનનું વર્ચસ્વ વધતા ઘણી વખત સોશિયલ મીડિયાના મારફતે ખોટા સમાચાર ફેલાતા હોય છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતીય મીડિયા સૌથી સતર્ક અને સચોટ રિપોર્ટીંગ કરે છે અને દરેક માપદંડોમાં ભારતીય મીડિયા અમેરિકી મીડિયા કરતા ઘણુ મુઠેરી ઉંચુ છે.

એક ગ્લોબલ સમીટીમાં સામે આવ્યું કે, લોકો પણ સહમતી દર્શાવે છે કે સમાચાર સંસ્થાઓ સમાચાર મામલે સચોટ કામગીરી ધરાવે છે. ૮૦ ટકાના ભારતીય પ્રતિસ્પર્ધીઓ જણાવે છે કે તેમની ભારતીય સંસ્થાઓની માહિતી સચોટ હોય છે. ફકત ૭ ટકા લોકો જ આ બાબતે સહેમતી દર્શાવી ન હતી.

ત્યારે અમેરિકાના ૪૩ ટકા લોકો માને છે કે મીડિયાનો ઉદેશ સાચી માહિતી આપવાનો નથી ત્યારે બહુમતી સાથે ૫૬ ટકા અમેરિકન માને છે કે તેમનું મીડિયા સાચુ માહિતગારનું સાધન છે. તેના આગલા જ સપ્તાહમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ ખોટી માહિતી અને ગલત રિપોર્ટીંગ કરતા મીડિયાને ’ફેક મીડિયા’ તરીકેનો એવોર્ડ આપશે. એક તો મીડિયા એક એવો વ્યવસાય છે.

જેમાં લોકો શોખથી જોડાયા છે માટે તેઓ પોતાના કામ અંગે સમર્પિત હોય છે અને લોકોને કંઈક નવું અને સાચુ માહિતગાર કરવા માટે તત્પર રહે છે માટે જ ભારતીય મીડિયાનું વર્ચસ્વ અડિખમ છે. ઈલેકટ્રોનિકસ મીડિયા ડિજીટલ મીડિયા વધુ ઝડપી છે પરંતુ પ્રિન્ટ મીડિયાના પણ ચાહકો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.