કોરોના સામેની લડાઈમાં ભારતનાં સંશોધન અને ઉત્પાદનની મહત્વની ભૂમિકા: બિલ ગેટસ

વધુ એક વખત ભારતનાં પ્રયાસોની પ્રશંસા કરતા માઈક્રોસોફટનાં સહસંસ્થાપક

ગ્રાંડ ચેલેન્જીસ વાર્ષિક બેઠક ૨૦૨૦માં વડાપ્રધાન મોદીએ કરેલા સંબોધનની ટવીટને રી-ટીવીટ કરતા ગેટ્સ

જાણીતા ઉદ્યોગપતિ અને માઈક્રોસોફટનાં સહ સંસ્થાપક બિલગેટસે વધુ એક વખત જણાવ્યું છે કે કોરોના વાયરસ સામેની લડાઈમાં ભારતનું મહત્વનું યોગદાન છે. ભારતનાં સંશોધન અને ઉત્પાદન ક્ષમતા કોરોના સામેની લડાઈમાં મહત્વના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગ્રાંડ ચેલેન્જીસ વાર્ષિક બેઠક ૨૦૨૦ને કરેલા સંબોધન અંગે વડાપ્રધાને કરેલી ટવીટને રી ટવીટ કરીને ગેટસે જણાવ્યું હતુકે કોરોના સામેની લડાઈમાં ભારતની ભૂમિકા મહત્વની છે.

વિશ્ર્વના ટોચના દવા ઉત્પાદકોનાં ભારતનો સમાવેશ થાય છે. એટલે અત્યારના સંજોગોમાં દૂનિયામાં કોરોનાની રસી બનાવવાની સૌથી વધુ ક્ષમતા ભારતની પાસે જ છે.

એ કારણે જ ભારતમાં અત્યારે દેશીકોવિડ રસી ઉપરાંત એક્ષફોર્ડની કોરોના રસી, રશિયાની રસીના પરીક્ષણ ચાલી રહ્યા છે.

એટલે મંજૂરી મળે એ સાથે જ તેનું ઉત્પાદન પણ વધારી શકાય અને દૂનિયાભરની માંગ સાથે તાલમેલ રાખી શકાય.

તમને એ જણાવીયે કે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રાંડ ચેલેન્જીસ વાર્ષિક બેઠક ૨૦૨૦ને સંબોધન કર્યું હતુ જેમાં દુનિયાના કેટલાય દેશોમાં થઈ રહેલા નવતર સંશોધનો અને તેમાં ભારતની ભૂમિકા અંગે વાતચીત કરી હતી.

આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે ભારતમાં અમારી પાસે એક મજબૂત અને જીવંત વૈજ્ઞાનિક સમુદાય છે. અમારી પાસે સારી વૈજ્ઞાનિક સંસ્થાઓ પણ છે.

કોરોના સામેની લડાઈ લડતા લડતા વિશેષ રૂપથી છેલ્લા કેટલાક મહિનાઓમાં એ ભારતની સૌથી મોટી સંપત્તિ બન્યા છે.

Loading...