બ્રિકસમાં ભારતની મહેમાન નવાઝી માણશે ‘જીનપિંગ’ !!!

ભારત-ચીન વચ્ચે વણસેલી ગંભીર સરહદીય કટોકટીના માહોલમાં જીનપિંગની ભારતની મુલાકાત બનશે મહત્વની

ભારત-ચીન વચ્ચે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ચઢાવ-ઉતારની લાંબી ત્વારીખ રહી છે. છેલ્લા કેટલાંક સમયથી ભારત-ચીન વચ્ચે સરહદીય તનાવ પ્રવર્તી રહ્યો છે ત્યારે બ્રિક્સ દેશોની બેઠકમાં સામેલ થવા ચીનના રાષ્ટ્રપતિ સી જીનપિંગ ભારતની મુલાકાતે આવે તેવા સંજોગો ઉભા થયા છે.

બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન, દ.આફ્રિકાના સંગઠન બ્રિક્સની બેઠકનું યજમાન પદ ભારતના ફાળે આવ્યું છે. બ્રિક્સની બેઠકમાં સામેલ થવા માટે ચીનના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાત લેનાર છે ત્યારે દાયકાઓમાં અત્યારે ભારત અને ચીન વચ્ચેના પડોશી સંબંધો સૌથી ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે ત્યારે જીનપિંગની ભારતની મુલાકાત આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબજ મહત્વની બની રહેશે.

બ્રિક્સની આ વર્ષની બેઠકનું યજમાનપદ ભારતને ફાળે ગયું છે. ચીને ભારતમાં યોજાનારી આ બેઠકને ટેકો જાહેર કરી જણાવ્યું હતું કે, બન્ને દેશોની સરહદની કટોકટીની આ બેઠક પર કોઈ અસર નહીં થાય. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું હતું કે, બ્રિક્સની બેઠક ભારતના યોજાય તે માટે અમારા ભારત તરફ સમર્થન જાહેર કરીએ છીએ. આર્થિક સહકાર, રાજકીય સુરક્ષા, સહકાર અને લોકોથી લોકો અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને લઈ અમે ભારત અને અન્ય સભ્યો સાથે સંદેશા વ્યવહાર અને સંવેદને મજબૂત બનાવવા અને ત્રિસ્તરીય સહયોગને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છીએ. ભારતે યુઆવેઈ સામે પ્રતિબંધ હળવા કરવાનો નિર્ણય ચીન માટે ભારતની મૈત્રીના નવા દ્વાર ખોલ્યા છે.

આ વર્ષે છ મહિનામાં બ્રિક્સની બેઠક વર્ચ્યુઅલ રીતે નહીં યોજાય. કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈ આ નિર્ણય લેવાશે. બ્રિક્સની બેઠક પૂર્વે યુરોપ અને યુનાઈટેડ કિગ્ડમમાં બેઠકો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી માર્ચ મહિનામાં બાંગ્લાદેશની રોગચાળા બાદની પ્રથમ વિદેશ યાત્રાએ જવાના છે. ત્યારબાદ મે મહિનામાં પોર્ટુગલમાં યોજાનારી ભારત અને યુરોપીયન યુનિયનના સંમેલનમાં અને ત્યારપછીના મહિનામાં ઈંગ્લેન્ડમાં જી-૭ સંમેલનમાં પણ વડાપ્રધાન હિસ્સેદારી લે તેવું નક્કી કરવામાં આવી રહ્યું છે.

આ વખતે ભારતના યજમાન પદે બ્રિક્સની બેઠક યોજાશે. આ બેઠક અંગેની તારીખો માટે વિદેશ સચિવ હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં મોસ્કોની મુલાકાત દરમિયાન ચર્ચા થઈ હતી. ભારત અને ચીન વચ્ચેના સંબંધોની વાત કરીએ તો એલએસી પર બાકીના મુદ્દાઓને લઈ સમાધાન માટે ભારત અને ચીનના પ્રયાસો થશે. બેઈઝીંગના વિદેશ મંત્રાલયના પ્રવકતા વાંગે સરહદની કટોકટી બ્રિક્સ બેઠક પર અસર કરશે કે કેમ તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ભારતને બ્રિક્સના યજમાન માટે ચીને અગાઉ જ સમર્થન આપી દીધું છે. તાજેતરના વર્ષોમાં બ્રિક્સના દેશોમાં વધુને વધુ સહકાર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાને સકારાત્મક રીતે ઉકેલવા માટે ચીન હંમેશા આતુર રહ્યું છે. બ્રિક્સના દેશો સાથે સહયોગ કરીને વિશ્ર્વને કોરોના સામે વિજય અપાવવા, અર્થતંત્રને વેગવાન બનાવવા અને લોકતંત્રને સુદ્રઢ બનાવવાની પ્રક્રિયામાં બ્રિક્સ ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. ૨૦૧૭માં ભારત અને ચીનના સૈનિકો ડોકલામમાં સ્ટેન્ડ બાય થઈ ગયા હતા અને આ કટોકટીના અંતે ભારતના વડાપ્રધાન બ્રિક્સ માટે ચીન ગયા હતા. ચાર વર્ષ બાદ સરહદની કટોકટી વધી હતી. ૧૯૬૭ અને ૧૯૭૫ બાદ પ્રથમ જાનહાનીની ઘટનામાં બન્ને દેશો વચ્ચે તનાવ વધ્યો હતો. પૂર્વ લદ્દાખમાં એલએસીમાં ઉભી થઈ હતી. વિસંગત પરિસ્થિતિના માહોલમાં યોજાનારી બ્રિક્સ બેઠકમાં ચીનના પ્રમુખ ભારત આવનાર છે ત્યારે બન્ને દેશો વચ્ચે સંબંધો સુધરે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

Loading...