Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાત્રે બે દિવસની યાત્રા અંતર્ગત સિંગાપુર પહોંચ્યા. જ્યાં ત્રીજા ફિનેટક ઉત્સવમાં તેઓએ કહ્યું કે, ભારતમાં પણ એક વિત્તીય ક્રાંતિ ચાલી રહી છે અને 130 કરોડ લોકોના જીવન બદલી રહ્યાં છે. ફિનટેક એક ફાયનાન્સ અને ટેકનોલોજીનો ઉત્સવ છે. સિંગાપુર ફાયનાન્સનું ગ્લોબલ હબ છે. હાલ અમે દિવાળીનો તહેવાર મનાવ્યો. દિવાળીને આશા અને પ્રકાશના ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ દુનિયાનો સૌથી મોટો ફેસ્ટિવલ છે. ભારત અને સિંગાપુર મળીને આસિયાન દેશોના મધ્યમ અને નાના બિઝનેસમેનને જોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

મોદીએ કહ્યું કે આજે ટેકનિકની મદદથી ગ્લોબલ ઈકોનોમી બદલી રહી છે. નવી દુનિયામાં ટેકનીક જ સાચી તાકાત છે. 2014માં અમે વિકાસના સિદ્ધાંત પર સરકાર બનાવી. સરકારનો હેતુ છે કે દેશના દરેક વ્યક્તિ અને દૂર રહેતી એક ગરીબ વ્યક્તિને પણ યોજનાઓનો લાભ મળે. અમે કેટલાંક વર્ષોમાં 1.2 અબજ લોકોના બાયોમેટ્રિક ડેટા તૈયાર કર્યાં છે. અમે 30 લાખ નવા ખાતા ખોલ્યાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.