Abtak Media Google News

ફેબ્રુઆરી સુધીમાં ડિજિટલ પેમેન્ટ વધુ સુરક્ષિત, વિશ્ર્વાસનીય બનશે

ફેક ન્યુઝ અને ડેટા ચોરી બાદ ડેટાની સુરક્ષા અંગે ભારતની ચિંતા ગુગલે હળવી કરી છે. રિઝર્વ બેંકના ધોરણો મુજબ ભારતના આર્થિક ડેટાઓ ભારતમાં જ રહેશે તેવી ધરપત ગુગલે કરી છે. જો કે પ્રક્રિયાને બે થી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. ટોચના આઇટી અધિકારીએ કહ્યું કે ભારતીય ડેટાની સુરક્ષા માટે ગુગલના સીઇઓ સુંદર પીચાઇએ ખાતરી આપી છે. અમેરિકન સર્ચ જાયન્ટ ડેટાને લોકલાઇઝ કરવામાં મહત્વનો ભાગ બજાવશે. તેમણે ભારત સરકાર દ્વારા રાખેલી તમામ શર્તો, નિયમોની મંજુરી આપી છે. ડેટાની સુરક્ષાથી આર્થિક સામાજીક સુરક્ષા પણ મજબુત બનશે.

વૈશ્ર્વિકસ્તરે ડેટા ટ્રાન્સફરને લઇ પોલીસી ધડતર માટે પ્રેકટીકલ અને ક્ધટેમ્પરરી સોલ્યુશન લાવવામાં આવશે. ગુગલે ગત વર્ષે તેની પેમેન્ટ સર્વિસ તેજ લોન્ચ કરી હતી. ટ્રાન્ઝેકશનના ડેટાની સુરક્ષાને ઘ્યાનમાં લઇ આરબીઆઇએ ભારતના નાણાંકિય ડેટા દેશમાં જ રાખવાની રજુઆત કરી હતી. આ ડેટામાં ટ્રાન્ઝેકશનની અંતથી ઇતી સુધીની માહીતી વિગતો પ્રક્રિયા, સંંદેશ, પેમેન્ટના પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવશે. જો કે આ માટે ગુગલે ૧ થી બે મહીનાનો વધુ સમય માંગ્યો છે. જેની મંજુરી ભારત સરકારે આપી દીધી છે. એવામાં ડિજીટલ પેમેન્ટને ભારતમાં વધુ સુરક્ષિત બનાવાશે.

ત્યારે ઓનલાઇન ટ્રાન્ઝેકશનો વધુ વિશ્ર્વાસનીય બનશે. આ પૂર્વ પણ ભારતના ડેટા અંગેની વાત આવી હતી. ત્યારે ગુગલની મદદથી ડિજીટલ પેમેન્ટ સેફ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.