Abtak Media Google News

ભૂવનેશ્વર કુમાર અને કેદાર જાદવે ૩-૩ વિકેટો ઝડપી: રોહીતની આક્રમક અર્ધી સદી

ભારતીય ક્રિકેટ ટીમના બોલરોના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાનને આઠ વિકેટે પરાજય આપી ભારતે ગ્રુપ એમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. સૌથી પહેલા ટોસ જીતેલા પાકિસ્તાને બેટીંગ પ્રથમ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ ૧૬૩ રનના ટાર્ગેટ સામે ભારતે કેપ્ટન રોહિત શર્માએ ૫૧ અને શિખર ધવને ૪૬ રને વિકેટ ગુમાવી જીત મેળવી હતી.

આ જીત સાથે ભારતે ટોપ ફોરમાં સ્થાન મેળવી લીધું છે માટે ૨૩મી સપ્ટેમ્બરે ફરી ભારત-પાક આમને સામને રહેશે. વર્તમાન સમયમાં વન-ડેની સૌથી ખતરનાક ગણાતી ઓપનિંગ જોડી ફખર ઝમાન અને ઈમામ ઉલહક ભુવનેશ્વર કુમારની બોલીંગ સામે ટકી શકયા ન હતા. માત્ર ૨ રનના સ્ટોરે બંનેએ પેવેલિયન જતુ રહેવું પડયું હતું.

ભારતીય ઓપનરોએ શ‚આતથી જ પાકિસ્તાની બલ્લેબાઝોને આક્રમક શરૂઆત આપી હતી. ખાસ રોહિત શર્માએ પરિચિત અંદાજમાં બેટીંગ કરતા ૩૭ બોલમાં હાફ સેન્ચુરી ફટકારી દીધી હતી. તે ૫૨ રન બનાવી આઉટ થયો ત્યારે ભારતે ટાર્ગેટને અડધા ક્રમે પહોંચાડી દીધો હતો.

પાકિસ્તાનમાંથી અઝમ આઉટ થતા કેદાર જાદવે ઘાતક બોલ નાખતા ૧૨૧ રનમાં ૭ વિકેટ ગુમાવી હતી. ફહીમ અશરફ અને આમિરે ત્યારબાદ ૩૭ રન જોડી ટીમનો સ્કોર ૧૫૮ રને પહોંચાડયો હતો. બુમરાહે આ સમયે ફહીમને આઉટ કરી પાકિસ્તાનને આઠમો ઝટકો આપ્યો હતો.

જોકે આ ઈનિંગ દરમ્યાન ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને પીઠમાં દુખાવો થતા સ્ટ્રેચર પરથી તેને મેદાનની બહાર લઈ જવાયો હતો. મેચ દરમ્યાન પાકિસ્તાની બેટીંગની ઠેકડી ઉડી હતી. તેણે ૧૦ વિકેટમાં ૧૬૨ રન બનાવ્યા હતા. જયારે ભારતે તેના ટાર્ગેટને ૧૬૪ રન સાથે ૨ વિકેટ ૨૯ ઓવર સાથે ભારતની પ્રતિષ્ઠા જાળવી રાખી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.