Abtak Media Google News

       ભારતમાં અત્યારે 71મી સ્વતંત્રતાની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાની હેકર બ્લેક હેટ્સ સ્ટ્રાઈકર દ્વારા વડોદરામાં સંચાલિત થતી ઈ-કોમર્સ વેબસાઇટ હેક કરવામાં આવી તેમજ ધમકી ભર્યા મેસેજ પણ લખવામાં આવ્યા છે.

થોડા સમય પહેલા પણ “રેન્સમવેર” વાઇરસ દ્વ્રારા સરકારી વિભાગના અનેક કોમ્પ્યુટર હેક કરી અને બીટ કોઈનમાં ખંડણી માંગી, છતા પણ સાઇબર સુરક્ષા પર કોઈ મહત્વના પગલાં લેવામાં આવ્યા નહતા. દેશની સાયબર સિક્યુરિટી નબળી હોવા છતા સરકાર દેશને કેશલેસ માર્કેટ તેમજ ઓન્લાઇન ટ્રાન્જેક્શન તરફ વાળવા માટે પ્રયત્નો કરી રહી છે.

પાકિસ્તાનનાં હેકર દ્વારા દેશની ઈ-કોમર્સ વેબસાઈટ શોપોમાઇલ ડોટ કોમ પર હુમલો કરવામાં આવ્યો અને પાકિસ્તાની હેકર આર્મી બ્લેક હેટ્સ સ્ટ્રાઈકર દ્વારા ધમકી ભર્યો સંદેશો પણ લખવામાં આવ્યો કે હવે પાકિસ્તાન ભારતીયોના ખૂનથી નવો ઇતિહાસ લખશે.

આ વેબસાઇટ ના માલિક અનિકેત શાહે જણાવ્યુ કે આજે સવારે એકાએક મને અમારી ટેકનિકલ ટીમ દ્વારા જાણ કરવામાં આવી કે હેકર્સ દ્વારા હેક કરવામાં આવી છે. આથી આ બાબતે વડોદરાના લક્ષ્મીપૂરા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી અને અન્ય પગલાં લેવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.