Abtak Media Google News

વૈશ્ર્વિક સ્તર ઉપર આર્થિક વ્યવસ્થા અને વિકાસના દ્વાર ખોલશે આ મહત્વપૂર્ણ સંધી

૩૫૦૦ કરોડના કરન્સી સ્વેપ કરારથી ડોલરની સામે બન્ને દેશોના ચલણ થશે મજબૂત

ભારત અને યુનાટેડેટ અરબ વચ્ચે કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં જેનાથી ડોલર સામે બંને દેશોની કરન્સી મજબૂત થશે અને ઘણાંખરા વિકાસના કામો પણ પ્રસ્તાપિત થશે. વધુમાં ભારત અને યુ.એ.ઇ. વચ્ચેના દ્વિપક્ષીય કરન્સી સ્વેપના કારણે જે અમેરિકી ડોલર ઉપર નિર્ભર રહેવું પડતું હતુ તે હવે નહિં રહેવાય ત્યારે બંને સ્થાનિક ચલણને દબાણ આપતાં કરન્સી સ્વેપ એક્સચેન્જના વિનિમય દરના જોખમોમાંથી થતાં ટ્રાન્સમિશન ખર્ચને ઘટાડે છે. ૧૨મી ભારત અને યુ.એ.ઇ.ની સંયુક્ત કમિશન બેઠક પછી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની સહઅધ્યક્ષ બાદ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.

જેમાં અબુધાબીના વિદેશ પ્રધાન શેખ અબ્દુલા બિન ઝૈદ અલ નાહન ઉપસ્થિત રહ્યાં હતાં. યુ.એ.ઇ.ના ભારતીય દુતાવાસના આંકડા મુજબ-૨૦૧૭માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર આશરે ૫૨ અબજ ડોલરનો રહ્યો હતો. ૨૦૧૫માં ચીનની મધ્યસ્થ બેંકે યુ.એ.ઇ. સેન્ટ્રલ બેંક સાથે ૫.૫૪ અબજ ડોલરના મૂલ્ય સાથે કરન્સી સ્વેપનો કરાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.