Abtak Media Google News

ભારતીય સેટેલાઈટો ઉરી અને એર સ્ટ્રાઈક જેવા મિશનોમાં મદદરૂ

ઓબ્ઝર્વેશન સેટેલાઈટો નિર્ધારીત વિસ્તારોની તસવીરો, મેપીંગ અને પળે પળની ખબરોનું મોનીટરીંગ કરવા સક્ષમ

સરહદે ચાલી રહેલી સ્થિતિ અંગે સૌ કોઈ માહિતગાર છે જ ત્યારે પાકિસ્તાનના ૮૭ ટકા વિસ્તારો ઉપર ભારતની ‘બાજ નજર’ છે. દુશ્મન દેશોની દરેક હરકતો ઉપર વોચ રાખવા ભારતીય સેટેલાઈટો સક્ષમ છે તે સાબીત થઈ ચૂકયું છે. તાજેતરમાં જ થયેલ એર સ્ટ્રાઈકમાં પણ ભારતીય સેટેલાઈટોનો ખુબજ મહત્વનો ફાળો રહ્યો. ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સેટેલાઈટો સંપૂર્ણ પાકિસ્તાનના વિસ્તાર, તેના નકશા અને જમીની વિસ્તાર ઉપર પળે પળની નજર રાખે છે.

બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈક ભારત માટે ઐતિહાસિક નિર્ણય બની હતી ત્યારે માઈક્રોસેટ-આર ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ રોકેટ ૪૪ એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે જે દિવસ તેમજ રાત્રી દરમિયાન પણ નિર્ધારીત વિસ્તારનું પ્લાનીંગ તેમજ મોનીટરીંગ કરવા સક્ષમ છે.

ગત વર્ષે જ ભારત દ્વારા એક સાથે ૩૨ સેટેલાઈટો લોન્ચ કરવામાં આવી હતી ત્યારે આ સેટેલાઈટો એર સ્ટ્રાઈક, ઉરી જેવા મહત્વના મિશનો માટે ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે. તાજેતરમાં જ ડિસેમ્બરમાં લોન્ચ કરાયેલી જીસેટ-૭૮ મિસાઈલ ઈન્ડિયન એરફોર્સ માટે બીજુ કોમ્યુનિકેશન શસ્ત્ર છે જે એકબીજા સાથે જોડાયેલ રડાર, તેના એરક્રાફટ કંટ્રોલ અને દુશ્મન દેશોના વિમાનો, સેટેલાઈટ તેમજ જેટ પ્લેનને ઓળખી બતાવી સેનાને અવગત કરે છે જે નિર્ધારીત સમયાંતર ઉપર ટાર્ગેટ દ્વારા સામેના હવાઈ યાનોને નાશ કરવાની તાકાત ધરાવે છે.

નવેમ્બર ૨૮ના રોજ લોન્ચ કરવામાં આવેલ એચવાયએસ સેટેલાઈટ લોંગ તેમજ શોર્ટ-વેમાં ઘટનાની સંપૂર્ણ માહિતી ઈન્ટેલીજન્સ બ્યુરોને પહોંચાડે છે. ઈસરો દ્વારા છેલ્લા દાયકામાં કેટલીક અદ્યતન સુવિધાઓ અને મોનીટરીંગ સર્વિસ આપતી સેટેલાઈટો લોન્ચ કરી છે જે મીલીટરીને ખુબજ ફાયદાકારક નિવડે છે. ગત વર્ષે આપણે મોટી સંખ્યામાં વિવિધ સેટેલાઈટો લોન્ચ કરી હતી. જયારે ઈસરો દ્વારા કોઈપણ સેટેલાઈટો કે રોકેટો તૈયાર કરવામાં આવે છે ત્યારે તેની પાછળ લોંગ વિઝન હોય છે. એર સ્ટ્રાઈક અને ઉરી જેવા મહત્વના મિશન પૂર્વેની પ્લાનીંગમાં આ પ્રકારની સેટેલાઈટો બેકબોન સમાન ઉપયોગી બને છે.

આઈઆરએનએસએસ નામની સેટેલાઈટ એવી ૯ સેટેલાઈટ હાલ ઓર્બીટની ધુરી પર સર્વિલન્સ કરી રહી છે જે બોર્ડર ઉપરથી ૧૬૦૦ કિ.મી.ની રેન્જ સુધી સર્વિલન્સ કરવા માટે સક્ષમ છે તો કાર્ટોસેટ ફેમીલીની સેટેલાઈટ એક રિમોર્ટ સેટેલાઈટ છે જે કોઈપણ વિસ્તારની તસવીર, તેના મેપ અને મહત્વની વિગતો સુરક્ષાદળોને આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.