આવતા વર્ષે યોજાનાર ટી-૨૦ વિશ્વકપ માટે ભારતીય ટીમનું ‘બેલેન્સ’ ઓસ્ટ્રેલિયા પ્રવાસથી થશે

ત્રણેય ફોરમેટની રમતમાંથી રોહિત આઉટ: મોહમદ સીરાઝ અને વરૂણ ચક્રવર્તીને મળ્યું સ્થાન

આઈપીએલની ૧૩મી સીઝન પુરી થયા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જઈ રહી છે જેમાં ભારત ત્રણ ટી-૨૦, ત્રણ વન-ડે અને ચાર ટેસ્ટ મેચ રમશે. ટીમની પસંદગી થતા એ વાત સામે આવી છે કે હિટ મેન રોહિત શર્મા ત્રણેય ફોરમેન્ટમાંથી આઉટ થયો છે જેનું એકમાત્ર કારણ એ છે કે સ્નાયુની ઈજાના કારણે તે હાલ આઈપીએલમાંથી પણ બહાર થયો છે. પસંદગી સમિતિ દ્વારા ઓસ્ટ્રેલિયા પ્રવાસે માટે ટીમે મોહમદ સીરાઝ અને વરૂણ ચક્રવર્તીને સ્થાન આપ્યું છે. ભારતીય ટીમ હરહંમેશ સમયથી આગળ ચાલી ક્રિકેટમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૨૦૦૮ના વિશ્ર્વકપમાં ભારતની ખુબ ખરાબ રીતે પછડાટ જોવા મળી હતી તે સમયે ટી-૨૦ વિશ્ર્વકપમાં કેપ્ટન કુલને કપ્તાની સોંપતા ભારત સૌપ્રથમ વખત ટી-૨૦ વિશ્ર્વકપ જીતી શકયું હતું. ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ભારતીય ટીમ માટે ખુબ જ મહત્વનો સાબિત થશે.

ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ વિવિધાસભર હોવાના કારણે ટીમ મેનેજમેન્ટ દ્વારા જે ફેરબદલ કરવામાં આવ્યા છે તેનાથી ટીમની મહત્વના અને ટીમ કોમ્બીનેશન ખુબ જ મજબુતીસભર બનશે. અનેકવિધ નવોદિત ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવેલું છે જેમાં આઈપીએલમાં ખુબ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટી-૨૦ની ટીમ અંગે જો માહિતી લેવામાં આવે તો સુકાની તરીકે વિરાટ કોહલી, ઉપસુકાની અને વિકેટ કિપર તરીકે કે.એલ.રાહુલ, શિખર ધવન, મયંક અગ્રવાલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, હાર્દિક પંડયા, સેક્ધડ વિકેટ કિપર સનજુ સેંમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યજુવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમદ સામી, નવદિપ સૈની, દિપક ચહર અને વરૂણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એવી જ રીતે વન-ડે માટે વિરાટ કોહલી સુકાની, શિખર ધવન, શુભમન ગિલ, ઉપસુકાની અને વિકેટ કિપર તરીકે કે.એલ.રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, હાર્દિક પંડયા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, કુલદિપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમદ સમી, નવદિપ સૈની અને સાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ટેસ્ટ ટીમ માટે સુકાની તરીકે વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કે.એલ.રાહુલ, ચેતેશ્ર્વર પુજારા, ઉપસુકાની અજીંકય રહાણે, હનુમાન વિહારી, શુભમન ગિલ, વિકેટ કિપર તરીકે રિદ્ધિમન શાહ, રિષભ પંત, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સમી, ઉમેશ યાદવ, નવદિપ સૈની, કુલદિપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર.અશ્ર્વિન અને મોહમદ સીરાઝનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Loading...