કોવિડ-૧૯ પછીનું ભારતનું કૃષિ માળખું સોનેરી સુર્યોદય સમાન  ..! 

આજનો સુર્યાસ્ત આવતીકાલના સુર્યોદય જાહેરાત કરીને જ જાય છે..! કોવિડ-૧૯ દેશની ઇકોનોમીમાં અને કૄષિક્ષેત્રમાં ભલે ઘોર અંધારા લઇને આવ્યો હોય પરંતુ જ્યારે જનજીવન ફરી ધબકતું થશે ત્યારે ઘણું બદલાયેલું હશે, ખાસ કરીને એગ્રિકલ્ચર સેક્ટરમાં..! આમેય તે આ સરકાર દેશના કૄષિ માળખાને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ ઉપર લઇ જવા માટે ઉત્સુક હતી જ એમાં કોવિડ-૧૯ ની સમસ્યા આવી પરિણામે સરકારને ઝડપથી ૧૯૫૨ ની સાલના કાયદા બદલાવાની જાહેરાત કરી છૈ., હવે એ..પી.એમ.સી કાનુનમાં બદલાવ થવાથી ખેડૂતોને માર્કેટયાડમાં જવાની જરૂર રહેતી નથી. હવે  ખેડૂતોની લાઇફ કેવી રીતે બદલાશે એ માટે ઉદાહરણ જોઇએ.

હાલમાં કાનજી પટેલ તેમના ધાણાનો પાક લીધા બાદ સિઝનમાં માર્કેટ યાડમાં જાય છે, દલાલને કે આડતિયાને મળે છે, પોતાના માલની હરરાજી કરે છે અને જે ભાવ મળે તે લઇને પાછો જાય છે. કારણકે ભાવ ઓછો હોય તો પણ તેને પાછો ગામડે લઇ જવો પરવડે તેમ નથી. ઘણીવાર યાર્ડના આડતિયા આ મજબુરીનો ગેરલાભ ઉઠાવીને કાનજી પટેલને ઓછું વળતર આપતા હોય છે.

પરંતુ હવે કાનજી પટેલને ધાણાનો પાક લીધા બાદ યાર્ડમાં જવાની જરૂર  નથી. હવે કાનજી પટેલ મોબાઇલ પર પહેલા E-NAM કે એક્સચેન્જ પર ચાલતા ધાણાનાં ભાવ પહેલા જોઇલે છે અને જ્યારે ભાવ વ્યાજબી લાગે ત્યારે પ્લેટફોર્મ ઉપર જ સોદો કરી નાખે છે, નજીકના વેરહાઉસમાં માલ જમા કરાવી દે છે અને બે દિવસમાં ખાતામાં પૈસા જમા થઇ જાય છે. કારણકે હવે ભારતમાં કૄષિકોમોડિટીનો કારોબાર ઓનલાઇન થઇ ગયો છે.

આમ તો સરકાર આ પહેલ માટે લાંબા સમયથી પહેલ કરતી હતી. પરંતુ અમુક કાયદામાં બદલાવ જરૂરી હતા જે આ મહામારીએ ઝડપી કરવામાં મદદ કરી છે. દેશભરમાં ફેલાયેલા આશરે ૭૦૦૦ મંડીના માળખાને હવે વન નેશન વન પ્લેટફોર્મઇ વન ટેક્ષના બેનર હેઠળ સંકલિત કરવાનું સરકારનું લક્ષ્યાંક હતું. ગત સપ્તાહે જ દેશની કુલ ૧૭૭ મંડીઓને ઇ-નામ સાથે જોડવામાં આવી છે . આ સાથે દેશની કુલ ૯૬૦ થી વધારે મંડી ઇ-નામનાં નેટવર્કમાં આવી ગઇ છે.  ઇ-નામ જેવાજ પ્રોજેક્ટ NeML NCDEX અને MCX જેવા પ્લેટફોર્મ ઉપર પણ ચાલી રહ્યા છે.

હાલમાં ઇ-નામ સાથે બે કરોડ જેટલા કિસાનો રજીસ્ટર્ડ થઇ ચુક્યા છે. સામાન્ય રીતે નાના ખેડૂતો પાસે પાક ઓછો હોય છે અને આવા પ્લેટફોર્મ ઉપર મોટા સોદા થતા હોય છે. તેથી નાના ખેડૂતો પહેલા જોડાઇ શકતા નહોતા.પરતુ હવે FPO ને સરકાર આવા પ્લેટફોર્મસાતે જોડાવા પ્રોત્સાહિત કરી રહી છે. આવા રજીસ્ટર્ડ FPO તેમના નાના ખેડૂતોનો માલ લે છે અને એક સાથે મોટા સોદામાં વેચીને જે નફો મળે તે ખેડૂતોમાં વહેંચી દે છે.  આમ ધીમેધીમે દેશનું કૄષિ માળખું સંગઠિત થઇ રહ્યું છે. દેશના ૧૭ થી વધારે રાજ્યોમાં આ પ્રોજેકટનું અમલીકરણ થઇ ગયું છે.  જેના કારણે હવે ગામડે બેઠેલા ખેડૂતને તેનો માલ વેચવા માટે દેશના કોઇપણ ખુણે બેઠેલા કોર્પોરેટ કે પ્રોસેસર કે નિકાસકારનો સીધો સંપર્ક મળશે. જે ખેડૂતોને સૌથી સ્પર્ધાત્મક ભાવે સોદો કરવાની સુવિધા આપશે.

કેન્દ્ર સરકારે કૄષિેક્ષેત્ર માટે હાલમાં ૧.૬૩ લાખ કરોડનું પેકેજ તો જાહેર કર્યું છે પણ તેના કરતા પણ વધારે મહત્વનું કામ આવશ્યક ચીજવસ્તુઓનાં કાયદામાં ફેરફાર કરવાનું કર્યું છે. આ નવી પહેલથી મિલરો, સ્ટોકિસ્ટો તથા પ્રોસેસરોને માલનો સ્ટોક કરતી વખતે મર્યાદા નહી રહે. સરકારે અનાજ, કઠોળ, ખાદ્યતેલો, તેલિબીયાં, ડુગળી તથા બટેટાને આ કાયદામાંથી મુક્તિ આપી છે. આમેય તે હવે વધતી સિંચાઇની સુવિધા તથા   ટેકનોલોજીના કારણે છેલ્લા થોડા વષોથી ભારત કૄષિ ક્ષેત્રે સરપ્લસ ઇકોનોમી બની રહ્યું છે તેથી પુરવઠાની ખેંચ રહેવાની શક્યતા ઘટી છે. સરકારનાં આ પગલાં ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા તરફ દોરી જશે.

Loading...