Abtak Media Google News

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી-20 મેચમાં 7 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા જેમાં ધવન (47) અને રૈના (43) રન કર્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરનાર દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં 6 વિકેટે 165 રન બનાવી શક્યું હતું. આ સાથે ભારતે ત્રણ મેચની ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે.

ટીમ ઇન્ડિયાએ સતત ત્રીજી ટી-20 શ્રેણી જીતી છે. દક્ષિણ આફ્રિકા તરફથી ડુમિનીએ 55 અને જોન્કરે 24 બોલમાં આક્રમક 49 રન બનાવ્યા હતા. રોહિત શર્મા ફરી એક વખત ફ્લોપ રહેતા 11 રન બનાવી ડાલાનો શિકાર બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.