Abtak Media Google News

કોણ કહે છે કે, ટીક-ટોક બંધ છે

આવનારા ત્રણ વર્ષમાં તેની ચાઈનીઝ પેરેન્ટ કંપની ભારતમાં ૭ હજાર કરોડનું રોકાણ કરશે : ગુગલ અને એપલે પ્લે સ્ટોર ઉપરથી એપ્લીકેશન હટાવી દીધા છતાં કોઈ ખાસ અસર નહીં: નવા ડાઉનલોડ ઉપર રોક પરંતુ વર્તમાન યુઝર્સનું શું ?

સોશ્યલ મીડિયા ઉપર લોકોને ઘેલુ લગાડતી વિડીયો મેકિંગ એપ ટીક-ટોપ ઉપર લોકો આડેધડ વિડીયો બનાવી શેયર કરવા લાગતા અતિરેકને કારણે મદ્રાસ હાઈકોર્ટે ૩જી એપ્રીલના રોજ ટીક-ટોક એપ પર પ્રતિબંધ મુકવા કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું હતું. કારણ કે આ માધ્યમ દ્વારા પોર્નોગ્રાફી અને અયોગ્ય ક્ધટેન્ટ દર્શાવવામાં આવતા કોર્ટે તેની વિરુધ્ધ અરજી દાખલ કરી હતી. સુપ્રીમે મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુકવાનો ઈન્કાર કર્યો અને ત્યારબાદ ગુગલ અને એપલે પોતાના એપ સ્ટોરમાંથી આ એપ્લીકેશનને હટાવી દીધી હતી. પરંતુ આમ છતાં આજે પણ ભારતના ૧૨ કરોડ લોકો ટીક-ટોક પર સક્રિય છે.

પ્રતિબંધ છતાં તેના ઉપયોગ કરનારા ઉપર કોઈ ખાસ અસર જોવા મળી નથી અને ખુદ કંપનીને પણ તેની કોઈ અસર પડી નહોતી. ઉલ્ટાની તેની પેરેન્ટ કંપની ચાઈનીઝ ઈન્ટરનેટ ટેકનોલોજી આગામી ૩ વર્ષમાં ભારતમાં હજ્જારો કરોડનું રોકાણ કરવાની તૈયારી બતાવી છે.

હાલ વિશ્વની સૌથી કિંમતી સ્ટાર્ટઅપ કંપનીમાં ટીક-ટોકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હેલ્લો અને વીગો જેવી વિડીયો એપ પણ ભારતમાં પ્રચલીત છે ત્યારે ચિલ્ડ્રન ઓનલાઈન પ્રાઈવેશી પ્રોટેકશન એકટ અંતર્ગત સરકારે આ એપ્લીકેશનને બાળકો માટે ઘાતક ગણતા તેના ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો હતો. તેમ છતાં આજે પણ ૧૨ કરોડ યુઝર્સ ટીક-ટોક ઉપર સક્રિય છે અને વિડીયો બનાવી શેયર પણ કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.