Abtak Media Google News

ભારતીયો અમેરિકામાં મોટી સંખ્યામાં વસે છે. અમેરિકાની નાગરિકતા લેવામાં મેક્સિકો પછી ભારતીય બીજા નંબર પર આવે છે. કારણ કે અમેરિકાના વર્ક વીઝાને લઇ પોતાના નિયમ હવે પહેલેથી જ વધુ કડક કરી રહી છે, તેના લીધે આ વખ્તે અહીં અરજીઓમાં ઉછાળો આવ્યો છે.

વર્ષ 2016માં કુલ 46 હજાર 100 લોકોએ અમેરિકાની નાગરિકતા લીધી હતી. અમેરિકા તરફથી આવેલ ડેટામાં આ જાણકારી આપવામાં આવી છે.

અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે (ડીએચએસ) હાલમાં એક જાણકારી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું કે અત્યાર સુધી કેટલા લોકોને નાગરિકતા આપવામાં આવી છે. આ ડેટા પ્રમાણે  1 ઓક્ટોબર 2015થી 30 સપ્ટેમ્બર 2016 દરમિયાન કુલ 46,100 ભારતીયોએ અમેરિકાની નાગરિકતા લીધી છે.

મેક્સિકોના કુલ 7.53 લાખ લોકોએ અમેરિકાની નાગરિકતા મેળવી છે. વર્ષ 2016માં અમેરિકાએ જેટલા લોકોને નાગરિકતા આપી છે તેમાં 6 ટકા ભારતીય છે.

આ વિત્ત વર્ષમાં લગભગ 9.72 લાખ લોકોએ અમેરિકી નાગરિકતા લેવા માટે આવેદન કર્યું હતું. ગત વર્ષની તુલનામાં આ 24 ટકા વધારે છે. જણાવી દઈએ કે અમેરિકાએ પોતાના નિયમોને વધારે કડક કર્યા છે તો પણ અહીંયાની નાગરિકતા લેવા માટે લોકોની સંખ્યા વધી છે.

સામાન્ય રીતે અહીંયા ગ્રીન કાર્ડ મેળવી ચુકનાર અન્ય દેશોના નાગરિક જ નાગરિકતા લેવા માટે અરજી કરે છે. કોઈપણ દેશના ગ્રીનકાર્ડ હોલ્ડર અમેરિકામાં રહીને લાંબા સમય સુધી કામ કરી શકે છે. જો કે રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્ર્મ્પ નોકરી આપવામાં અમેરિકી લોકો પર વધારે ફોકસ કરી રહ્યા છે. તો પણ ગ્રીન કાર્ડ લઈ ચુકેલ અન્ય દેશોના નાગરિક પણ અહીંયાની નાગરિકતા મેળવવાનો પ્રયત્ન કરે છે.

એશિયન અમેરિકન્સ એડવાન્સિંગ જસ્ટિસના અધ્યક્ષ જોન સી યાંગ પ્રમાણે , ભારતીય અહીંયાની નાગરિકતાની

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.