Abtak Media Google News

૨૦૧૭માં વિદેશમાં વસતા ભારતીયોએ દેશમાં ૬૯ બીલીયન ડોલર ભારતમાં મોકલ્યા

વર્ષ ૨૦૧૭માં વિદેશમાં વસતા ભારતીયોએ દેશમાં મોકલેલા હુંડીયામણી સરકારની તિજોરી છલકાઈ ગઈ છે. ૨૦૧૫-૧૬ની સરખામણીએ ૨૦૧૭માં વિદેશી મોકલેલા નાણાનું પ્રમાણ વધુ રહ્યું છે. આ આંકડો ૬૯ બીલીયન ડોલર સુધી પહોંચી ગયો છે તેવું વર્લ્ડ બેંકના રિપોર્ટમાં ફલીત થયું છે.

બીજી તરફ ભારતમાં રહેતા વિદેશીઓએ પોતાના ઘરે મોકલેલા નાણામાં પણ વધારો વા પામ્યો છે. વર્ષ ૨૦૧૭માં ભારતમાંથી ૫.૭ બીલીયન ડોલર વિદેશીઓએ પોતાના દેશમાં મોકલ્યા હતા. વિશ્ર્વના મોટાભાગના દેશોમાં ભારતીયો વસવાટ કરે છે. જેમાંથી બહોળી સંખ્યામાં ભારતીયો માત્ર પૈસા કમાવવા માટે વિદેશમાં કામ કરે છે અને વર્ષે દહાડે કરોડો રૂપિયા ભારતમાં મોકલે છે. આંકડાનુસાર ૨૦૧૭માં ૧૬ કરોડ ભારતીયો વિદેશમાં વસતા હતા. ૧૧ કરોડ મેકસીકન અને ૧૧ કરોડ રસીયન ભારતીયો બાદ વિદેશમાં વસતા હોય તેવા નાગરિકો છે. ત્યારબાદ ચીની નાગરીકોનો ક્રમ આવે છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનના નાગરિકો પણ વિદેશમાં વસવાટ બાબતે પાછળ નથી.

ભારત અને ચીનના નાગરિકોએ વિદેશમાંથી નાણા મોકલ્યા હોય તેનું પ્રમાણ દર વર્ષે વધી રહ્યું છે. વર્ષ ૨૦૧૭માં ચીનમાં વિદેશમાં વસતા નાગરિકોએ ૬૪ બીલીયન ડોલર ઠલવ્યા હતા. આવી જ રીતે ભારતીયો પણ દેશમાં નાણા મોકલતા હોય તેનું પ્રમાણ વધતું જાય છે.

અમેરિકા સયી થવા માંગતા ભારતીયો માટે ખતરાની ઘંટડી

એચ-૧-બી વિઝા ધારકના પરિવારજન હવેથી અમેરિકામાં રોજગારી મેળવી શકશે નહીં. અત્યાર સુધી એચ-૧-બી વિઝા ધારકાના પરિવારજન કોચીંગ, યોગા કલાસ અને કુકીંગ સહિતના કલાસ કરાવતા હતા. જો કે, હવેથી સરકારે નિયમ કડક બનાવી દીધો છે. જેના પરિણામે અમેરિકામાં વસતા એચ-૧-બી વિઝા ધારકોના ૧ લાખ પરિવારજનો પર અસર શે. અહીં ઉલ્લેખનીય છે કે, એચ-૧-બી વિઝા ધારકની મહિલા સાથે ગૃહ કામી નાણા કમાતી હતી. જો કે, ટ્રમ્પે નિયમ કડક બનાવતા હવે તેઓ અમેરિકામાં કામ કરી શકશે નહીં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.