ભારતીય મહિલા ટીમ આવતીકાલે સેમીફાઈનલ જીતી મહિલા દિવસની ઉજવણી યાદગાર બનાવશે!

389

૨૦૧૮માં ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલનું ફરી પુનરાવર્તન ૨૦૨૦ વિશ્ર્વકપમાં: સેમી ફાઈનલ બનશે રોમાંચક

હાલ ઓસ્ટ્રેલિયા ખાતે વુમન્સ ટી-૨૦ વિશ્ર્વકપ રમાઈ રહ્યો છે ત્યારે આવતીકાલે સેમીફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમ ઈંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે આવતીકાલે બીજો સેમી ફાઈનલ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાવવામાં આવશે. ભારત-ઈંગ્લેન્ડ આ પૂર્વે ૨૦૧૮માં પણ સેમીફાઈનલમાં ટકરાયા હતા જેમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને પરાસ્ત કરી હતી પરંતુ ચાલુ વિશ્ર્વકપમાં ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં અજય રહી છે અને કવોટર ફાઈનલમાં પણ જીતી સેમી ફાઈનલમાં વટભેર પ્રવેશ કર્યો છે. માનવામાં આવે છે કે સેમીફાઈનલ જીતી આગામી ૮મી તારીખને રવિવારનાં રોજ ફાઈનલ મેચ રમાશે અને ૮મી તારીખે મહિલા દિવસ હોવાનાં કારણે ફાઈનલમાં પ્રવેશી ભારતીય ટીમ મહિલા દિવસની ઉજવણી યાદગાર બનાવશે તો નવાઈ નહીં.

ભારતીય વુમન્સ ટીમ ચોથીવાર ટી-૨૦ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી છે. પરંતુ ટીમ ક્યારેય ફાઈનલમાં સ્થાન મેળવી શકી નથી. ટીમ ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૮માં પણ સેમિફાઈનલમાં પહોંચી હતી. પરંતુ એક પણ વખત ૧૨૦નો સ્કોર કરી શકી નહોતી. એવામાં ટીમને ફાઈનલમાં પહોંચવા માટે બેટિંગ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. લીગની ચારેય મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી, પરંતુ એક પણ મેચમાં ૧૫૦નો સ્કોર કર્યો નહોતો. બાંગ્લાદેશ વિરુદ્ધ ૧૪૨ રનનો સ્કોર ભારતનો આ વર્લ્ડ કપનો હાઈએસ્ટ સ્કોર હતો. ૫ માર્ચના યોજાનારી સેમિફાઈનલમાં ટીમ દ.આફ્રિકા અને ઈંગ્લેન્ડ બંનેમાંથી કોઈ એક સામે રમશે. ૨૦૦૯ સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ૯૩ રન કરી શકી હતી. ૨૦૧૦માં ૧૧૯ અને ૨૦૧૮માં ૧૧૨ રન કર્યા હતા. ત્રણેય મેચમાં ભારતની એક પણ પ્લેયરે અડધી સદી ફટકારી નહોતી. એટલે કે મોટી મેચમાં ટીમ સારી બેટિંગ કરી શકી નહીં. આ વર્લ્જ કપમાં ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૧૩૨, બાંગ્લાદેશ સામે ૧૪૨ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ બેટિંગ કરતા ૧૩૩ રન કર્યા. જ્યારે શ્રીલંકા સામે રન ચેઝ કરતા ૧૪.૪ ઓવરમાં ૧૧૬ રન કર્યા

ઓપનર સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કોરનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. મંધાના ૩ મેચોમાં માત્ર ૩૮ રન કરી શકી. ૧૭ રન તેનો હાઈએસ્ટ સ્કોર રહ્યો. હરમનપ્રીતે ૪ મેચમાં ૨૬ રન કર્યા. ૧૫ રન હાઈએસ્ટ સ્કોર. જ્યારે શેફાલી વર્માએ ૪ મેચમાં સૌથી વધુ ૧૬૧ રન કર્યા છે. એવરેજ ૪૦ની છે. જેમિમા રોડ્રિગ્ઝએ ૮૫ અને ઓલરાઉન્ડ દીપ્તિ શર્માએ ૮૩ રન કર્યા છે. વર્લ્ડ કપમાં ભારતીય બોલર્સે સૌથી વધુ ૩૦ વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડે ૨૭, ઓસ્ટ્રેલિયાએ ૨૪ અને દ.આફ્રિકાએ ૨૪ વિકેટ ઝડપી છે. ભારતીય બોલર્સનો સ્ટ્રાઈક રેટ સૌથી ઓછો ૧૬નો છે. ઈંગ્લેન્ડનો સ્ટ્રાઈકર રેટ ૧૭, દ.આફ્રિકાનો સ્ટ્રાઈક રેટ ૧૮ અને ઓસ્ટ્રેલિયાનો ૨૦નો છે. ઈંગ્લેન્ડની બોલર્સ સૌથી કંજૂસ છે, તેઓ દરેક ઓવરમાં માત્ર ૫.૧૬ રન આપે છે. દ.આફ્રિકા (૫.૨૨) બીજા, ભારત (૫.૯૪) ત્રીજા અને ઓસ્ટ્રેલિયા (૬.૨૬) ચોથા ક્રમે છે.

Loading...