Abtak Media Google News

ભારતની પહેલી યાત્રી ટ્રેન ૧૬ એપ્રિલ ૧૮૫૩માં થાણેથી શરૂ થઈ :  રેલ વિભાગ દરરોજ ૧૩ હજાર ટ્રેનનું સંચાલન કરે છે, દરરોજ અઢી કરોડથી વધુ લોકો મુસાફરી કરે છે

વાત રેલગાડીની…. છુક છુક ગાડીની વિશ્વની સૌથી મોટી રેલવે વ્યવસ્થા ભારતની છે. ગોરખપૂર રેલ્વે સ્ટેશન દુનિયાનું સૌથી લાંબુ પ્લેટ ફોર્મ છે જયારે વેસ્ટ બેંગાલમાં આવેલ ખડગપુર સ્ટેશન એશિયાનું સૌથી લાંબુ સ્ટેશન છે. ભારતની પહેલી યાત્રી ટ્રેન ૧૬ એપ્રિલ ૧૮૫૩માં થાણેથી શરૂ કરાય હતી. વિશ્વભરમાં ભારતીય રેલ્વે સૌથી મોટી છે. ભારતીય રેલ્વે વિશે ઘણી રોચક વાતો જોડાયેલી છે. રેલ વિભાગ દ્વારા લગભગ ૧૩ હજાર ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. જે દેશનાં દરેક ખુણેથી ચાલે છે.

ભારતીય રેલ (IR) ઇન્ડિયન રેલ્વેના નામથી ઓળખ ધરાવે છે. ભારત સરકાર હસ્તકની માલિકી ધરાવે છે., તથા તેનું સંચાલન કરે છે. તે સરકારશ્રીના રેલ મંત્રાલયનું તેના પર નિયંત્રણ છે. વિશ્વમાં સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેકવર્કમાં ઇન્ડિયન રેલ્વેના માળખાનો સમાવેશ થાય છે. તે દૈનિક અઢી કરોડ યાત્રીને એક સ્થળથી બીજા સ્થળે લઇ જાય છે. ર૦ લાખ ટનથી વધારે માલ સામાનનું પરિવહન પણ કરે છે, તેના ઇતિહાસમાં પ્રથમ વાર અત્યારે કોરોના મહામારીના પગલે ભારતીય ટ્રેન બંધ કરવામાં આવી છે. રેલ્વેમાં રપ લાખ કરતાં વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.ભારતીય રેલ્વેનું મુખ્ય કાર્યાલય દિલ્હી ખાતે છે. તેની સ્થાપના ૮ મે ૧૮૪૫ ના રોજ કરવામાં આવી હતી. તેના હાલમાં ૧૬ વિભાગો કાર્યરત છે. ભારતમાં તેનો પ્રારંભ ૧૮૫૩માં થયો હતો. ભારતના સ્વાતંત્ર્યના વર્ષ ૧૯૪૭ સુધીમાં ૪ર રેલ સીસ્ટમ હતી. ૧૯૫૧માં રેલ્વેની સેવાઓનું રાષ્ટ્રીકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવાય જેના લિધે ભારતીય રેલ્વે વિશ્ર્વની સૌથી મોટી રેલ વ્યવસ્થા નેટવર્ક બની ગઇ. બ્રોડ, મીટર અને નેરોગેજ જેવી ત્રણ લાઇન પર તે ચાલે છે. આ રેલ લાંબા અંતરની અને ઉપનગરીય સેવાઓની કામગીરી નિભાવે છે તેમજ એન્જિન અને કોચ ઉત્પાદન ના એકમોની માલિકી ધરાવે છે.

ભારતનાં રેલ માળખાનો ઇતિહાસ જોઇએ તો સર્વ પ્રથમ ૧૮૩૨માં બનાવવામાં આવી પરંતુ તેમાં એક દશકા સુધી કોઇ પ્રગતિ ન થઇ બાદમાં ૧૮૪૪માં ભારતનાં ગવર્નર જનરલ હાર્ડિગે ભારતમાં રેલ માળખુ સ્થાપવા માટે ખાનગી ઉદ્યોગ સાહસિકોને મંજુરી આપી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અને બાદમાં બ્રિટીશ સરકારે જમીન પૂરી પાડી અને પ્રારંભિક વર્ષોમાં પ ટકા વળતરની ખાત્રી સાથે પ્રોત્સાહન આપ્યું સાથે ૯૯ વર્ષના ભાડાપટ્ટે લાઇન નિર્માણ અને સંચાલન કરાર પણ કર્યા.

પ્રારંભે બોમ્બે અને કલકતા વચ્ચે પ્રાયોગિક ધોરણે લાઇનો નાખવાની કામગીરી બે કંપનીઓ જેવી કે ગ્રેટ ઇન્ડિયન પેનિન સ્યુલર રેલ્વે તથા ઇસ્ટ ઇન્ડિયન રેલ્વેને સોપાઇ જેની સ્થાપના ૧૮૫૩-૫૪માં થઇ, રૂરકીમાં કેનાલના નિર્માણ માટે ૧૮૫૧માં પ્રથમ રેલ્વે ટ્રેન શરૂ થાય, જે માલ-પરિવહન માટે જ શરૂ થઇ, જેનું અંતર ૩૪ કિ.મી. હતું ૧૮૫૪ થી વ્યવસ્થિત માળખું તૈયાર કરાયું.

બાદમાં સંખ્યાબંધ નવી રેલ કંપનીની સ્થાપના થઇ દેશી રજવાડાઓએ પણ પોતાની રેલ સેવા શરૂ કરી બાદમાં આસામ, રાજસ્થાન, આંધ્રપ્રદેશના રેલ વિસ્તારોના નેટવર્કનો ફેલાવો થયો. ૧૮૬૦ થી ૧૮૮૦ દરમ્યાન મોટા ભાગે બંદરોમાં શહેરો બોમ્બે, મદ્રાસ, કલકતાને આવરી લેવાયો હતો. ખાસ વાત એ હતી કે મોટાભાગનું બાંધામ ભારતીય કંપની દ્વારા થતું હતું.

વીસમી સદીનાં પ્રારંભે ભારત પાસે વિશાળ રેલ સેવા હતી શ્રેષ્ઠ સંચાલન માલિકીમાં વૈવિઘ્ય હતું. પ્રથમ વિશ્ર્વ યુઘ્ધના આગમને બોમ્બે અને કરાચી બંદરો પરથી બ્રિટન-પૂર્વ આફ્રિકા જેવા વિવિધ દેશોમાંથી હથિયારો અને અનાજ પરિવહત માટે આજ રેલ્વેનો ઉપયોગ થતો હતો. વિશ્ર્વ યુઘ્ધના અંતે ભારતીય રેલ્વેને ઘણું નુકશાન થયું ને સ્થિતિ કથળીને ૧૯૩૨ માં રેલ્વેનું રાષ્ટ્રીયકરણ કરાયું જેથી સંચાલન અને માલિકી રાજય સરકાર હસ્તક આવી ગઇ હતી.

બીજા વિશ્ર્વયુઘ્ધમાં પણ રેલ્વેને ભયંકર નુકશાન થયું હતું. ભૂતપૂર્વ રજવાડાની ૩ર લાઇન સહિત ૪ર અલગ રેલ્વે સિસ્ટમને એકમના ભેળવી દઇને ઇન્ડિયન રેલ્વે નામ અપાયું હતું. ૧૯૫૧માં પવર્તમાન રેલ્વે નેટવર્કની વહેંચણી કરીને ૧૯૫૨માં છ ઝોન દેશમાં અમલમાં આવ્યા,  તમામ રેલ્વેના પાર્ટ ભારતમાં ઉત્પાદન થતાં ૧૯૮૫માં સુધીમાં સ્ટીમ (વરાળથી ચાલતા) એન્જિનનો બંધ કરીને ડિઝલ અને ઇલેકટ્રીક એન્જિનનો શરૂ કરાયા., ૧૯૮૭થી ૧૯૯૫ વચ્ચે રેલ્વે આરક્ષણનું કમ્પ્યુટરાઇઝેશન કરાયું.દિલ્હીમાં રેલ્વે સંગ્રહાલય એશિયાનું સૌથી મોટું સંગ્રાહલય છે પુના, કલાકતા અને અન્ય શહેરોમાં પણ સંગ્રહાલયો છે. દેશની સૌથી લાંબી રેલ્વે સુરંગ જમ્મુ અને કાશ્મીર રાજયમાં પીરપંજાબની સુરંગ છે, જે ૧ર કી.મી. લાંબી છે.

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન દુનિયાનો સૌથી મોટો રૂટ છે. વર્ષો પહેલાની છુક છુક ગાડી ર૧મી સદીમાં નવારંગ રૂપ ધારણ કરીને બુલેટ ટ્રેન તરફ હરણફાળ ભરી રહી છે. વિશ્વનાં પ્રથમ ત્રણ લાંબા રેલ્વે સ્ટેશનોમાં ગોરખપૂર (યુ.પી.), કોલમ જંકશન (કેરેલા) તથા ખડગપુર (વેસ્ટ બેંગાલ)નો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.