Abtak Media Google News

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ પ્રમાણે ભારતને આ સિદ્ધી ૨૦૩૦ સુધીમાં મળશે

ભારત દેશ અનેકવિધ ક્ષેત્રે પોતાનું આગવુ સ્થાન બનાવી રહ્યું છે તથા અનેકવિધ ક્ષેત્રે પોતાનું ઉચ્ચસ્તરીય પ્રદર્શન કરી વિશ્વની નજર પોતાની તરફ ખેંચી રહ્યું છે જેનું એકમાત્ર કારણ એ છે કે ભારત દેશમાં તમામ ક્ષેત્રે રહેલી ક્ષમતા પણ એક મુખ્ય મુદ્દો બની ગયો છે. ત્યારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં સ્પષ્ટપણે જાણવા મળી રહ્યું છે કે, ભારતની ખરીદ શક્તિના કારણે ભારતનું કન્ઝયુમર માર્કેટ આવનારા ૨૦૩૦ સુધીમાં વિશ્વના ટોપ-૩ દેશોમાં પહોંચશે જેમાં યુએસ અને ચાઈના બાદ ભારતનો ક્રમ આવશે. હાલ ભારત દેશના જે લોકો છે તેમની ખરીદ શક્તિ અન્ય દેશોની જનતા કરતા ખુબજ વધુ માનવામાં આવી રહી છે અને તે વાત પણ નકકર સાબીત થઈ છે.

હાલ ભારતની ખરીદ શક્તિ ૧.૫ ટ્રીલીયન ડોલર રહી છે જે આવનારા ૨૦૩૦ સુધીમાં ૬ ટ્રીલીયન ડોલર રહેશે. હાલ ભારતના જીડીપી ગ્રોથની વાત કરવામાં આવે તો તેનો વિકાસનો દર ૭.૫ ટકાનો છે અને હાલ ભારત છઠ્ઠી મોટી ઈકોનોમી બની રહી છે. ત્યારે જયારે ૨૦૩૦ની વાત કરવામાં આવી રહી છે તો તે પહેલા પણ ભારત પોતાના જીડીપી ગ્રોથમાં ધરખમ વધારો કરશે જેનું એકમાત્ર કારણ ભારતની ખરીદ શક્તિ રહેશે.

વર્લ્ડ ઈકોનોમીક ફોરમના અધ્યક્ષ ઝારા ઈંગ્લીઝયને જણાવતા કહ્યું હતું કે, ભારત વિકાસના પથ ઉપર ખુબજ ઝડપથી આગળ વધી રહ્યું છે અને જે ખરીદ શક્તિમાં પણ ભારત દેશનો નંબર ખુબજ અવ્વલ સ્થાને રહ્યો છે તે જ ભારત દેશ આવનારા સમયમાં ક્ન્ઝયુમર માર્કેટમાં વિશ્વના ત્રીજા ક્રમે રહેશે જે ખૂબજ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ કહી શકાય.જેથી ભારત દેશે રોજગારી સહિત અનેકવિધ ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રી કરવું પડશે અને ભારતના જે અંતરીયાળ વિસ્તારો છે તેને પણ વિકસીત કરવા માટે અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરવી પડશે. કારણ કે, આર્થિક રીતે સધ્ધર થવા માટે ભારત દેશનું સ્વાસ્થ્ય પણ સુધારવું ખૂબજ મહત્વપૂર્ણ છે જેથી ભારતના વિકાસમાં આંતરીયાળ રાજયોનો વિકાસ સાથો સાથ ભારત દેશનું સ્વાસ્થ્ય અને રોજગારી અને આ ત્રણ પ્રમુખ મુદ્દાઓ ભારતને આવનારા સમયમાં સક્ષમ અને ઉચ્ચકક્ષાએ પહોંચાડવામાં મદદરૂપ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.