Abtak Media Google News

ભારતીય નૌસેનાના સાત અધિકારીઓને મુંબઈના હવાલા ઓપરેટરને ગઈકાલે આંધ્રપ્રદેશ પોલીસ પાકિસ્તાન માટે જાસૂસીકરવાના ગુના સબબ ઝડપી લેતા દેશના સંરક્ષણ ક્ષેત્રે ચાલતી દેશદ્રોહી પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો એક મહિલા દ્વારા ઓનલાઈન સંબંધો બાંધીને આ જવાનોને જાસુસ બનાવી દીધા હતા.

આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલી ઉંડાણપૂર્વકની તપાસ બાદ દેશના વિવિધ ભાગોમાંથી આરોપીઓની ધરપકડ કરીને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એનઆઈએનઈ વિજયવાડા કોર્ટમાં રજૂ કરવામાં આવતા તમામને ૩જી જાન્યુ. સુધી રિમાન્ડ ઉપર લેવાનો આદેશ કર્યો હતો. અને તેમની સામે ગુપ્તતાધારા ૧૯૨૩ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ઓપરેશન ડોલ્ફીન નોઝના નામે હાથ ધરવામાં આવેલ અભિયાનમાં કેન્દ્રીય સુરક્ષા સંસ્થાઓ અને ભારતીય નૌસેના ઈન્ટેલીજીયન્સને સંકલનમાં રાખવામાં આવી હતી આત પાસમાં ચોકાવનારી બાબતો ધ્યાને આવી છે. કે વિશાખાપટ્ટનમ મુંબઈ અને કરવર નેવી બેઝમાં રહીને ભારતીય નૌસેનાના યુધ્ધ જહાજો અને સબમરીનના લોકેશન અંગેની સંવેદનશીલ માહિતી આઈએસઆઈને પહોચાડતા હોવાનું ઘટસ્ફોટ થયું છે.

7537D2F3 17

આંધ્રપ્રદેશ પોલીસ અને તપાસનીશ ગુપ્તચર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતુ કે હવાલા ઓપરેટરએ મોટુ રેકેટ ઉભુ કરીને નૌસેનાની માહિતી આઈએસઆઈને પહોચાડવાનું કામ કરવામાં આવતું હતુ અને નૌસેનાના કર્મચારીઓ પાસેથી સંવેદનશીલ માહિતી લઈને પાકિસ્તાન સુધી પહોચાડવામા આવતી હતી.

પોલીસે હવાલા ઓપરેટરની સાથે દેશના અલગ અલગ વિસ્તારમાંથી નૌસેનાના સાત અધિકારીઓ અને કેટલાક શંકમંદોને પકડીને તપાસ હાથ ધરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે પકડાયેલા સાતેય નવસૈનાના અધિકારીઓ ૨૦૧૭ પૂર્વે નોકરીમાં જોડાયા હતા. અને એકવર્ષ પછી તે ૩ થી ૪ મહિલાઓમાં સંપર્કમાં આવ્યા હતા. અને મહિલાઓએ તેમને ફસાવીને પોતે બીઝનેશમેન હોવાની ઓળખ આપીને આઈએસઆઈના હેન્ડલરનું કામ કરતી હતી.

પાકિસ્તાનમાં બેઠા બેઠા હેન્ડલરો નૌસેનાની ગુપ્ત માહિતીઓ મેળવવા લાગ્યા હતા ભારતની નૌસેનાના યુધ્ધ જહાજો અને સબમરીન કયાં લાંગરેલી છે. કયાં પેટ્રોલીંગ ચાલુ છે. કયાં સર્ચ ઓપરેશન થવાનું છે.તેની માહિતી માટે આ અધિકારીઓ હવાલા ઓપરેટરો મારફત દેશની ગદ્દારી માટે નાણાં મેળવતા હતા.

પોલીસ આ સાતેય ખલાસીઆને હનીટ્રેપમાં ફસાવીને જે મહિલાઓએ અધિકારીઓને પાકિસ્તાનના જાસુસ બનાવી દીધા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અત્યારે પોલીસે મુંબઈની હવાલા ઓપરટર અને મહારાષ્ટ્ર જોધપૂર, રાજસ્થાનના અલ્વર, હિમાચલ પ્રદેશ અને ઓરિસ્સામાંથી અલગ અલગ જગ્યાએથી નૌસેનાના સાત અધિકારીઓની આ ગદ્દારીના પર્દાફાશથી ભારે ખડભળાટ મચી જવ પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.