Abtak Media Google News

ભારતીય લાઈફ સ્ટાઈલ, માનસિકતા, ખાદ્ય-ખોરાકની આદતોના ભેદને કારણે ડોકટરોની સ્પષ્ટતા

રાજરોગ એટલે કે ડાયાબીટીસ આજનો લાઈફ સ્ટાઈલ રોગ બની રહ્યો છે. ડાયાબીટીસના માપદંડો હોય છે જે આપણી આદતો પર આધારીત રહે છે. ડાયાબીટીસને માપવાના પ્રાવધાનો હોય છે. જેને વૈશ્ર્વિક સ્તરે નિર્ધારીત કરવામાં આવે છે. સામાન્ય રીતે ભારતીય ખોરાકની આદતોને કારણે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધુ હોય છે. બાજરાનો રોટલો ગરમ તો છે પણ સાથે જ મિનરલ વિટામીન અને પોષક તત્વોથી ભરપુર છે. જંક ફુડમાં જો પિઝા અને બર્ગર જેવી ખાદ્ય પદાર્થોની વાત આવે ત્યારે આ પ્રકારના ખોરાકમાં માત્ર પ્રોટીનની માત્રા હોય છે. જેની જરૂર માત્ર બાળકોને જ પડે છે. સ્વાદપ્રેમી વલણ ધરાવતી જનતા ફુડમાં રહેલા ક્ધટેઈન્ટ પર નજર કરતી જ નથી માટે આ પ્રકારના જંકફુડ કીડની પર કસરકર્તા છે. ‘દહીં’ અમૃત સમાન ગણવામાં આવે છે જે શ્રેષ્ઠ ખોરાક છે પરંતુ લાઈફસ્ટાઈલના ધોરણો તેને અલગ જ દિશામાં પરિવર્તીત કરે છે. કારણકે જે લોકોને ફિઝીકલ વર્ક હોય તેમણે દહીં ખાવું જોઈએ પરંતુ આખો દિવસ બેસીને કામ કરનારાઓ માટે દહીં લાભદાયક નથી.

બદલતી લાઈફ સ્ટાઈલમાં આપણે કયાંક ઓરીજીનાલીટી ખોઈ બેસ્યા છીએ. એમ ડાયાબિટીસની વાત કરવામાં આવે તો તેના માપદંડો છેલ્લા ત્રણ દસકાથી ચાલતા આવ્યા છે તેને બદલવા વૈશ્ર્વિક સ્તરે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે. જેથી મેડિકલ ક્ષેત્રે વિવાદો વકર્યા છે ત્યારે ભારતીય ડોકટરો બ્લડ સુગરના પ્રમાણને ડાયાબીટીસ માપદંડો માને છે તો સારવારમાં પણ તેઓ ખુદ ક્ધફયુઝ છે. ભારતમાં કુલ ૭.૨ કરોડ ડાયાબિટીસના કેસો છે. નવી માર્ગદર્શિકા પ્રમાણે ‘ટાઈપ ટૂ’ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓની સારવાર માટે ડોકટરોએ દવાના માધ્યમથી બ્લડ સુગરને નિયંત્રિત કરવું.

Diabetes In Hindi
HEALTH TIPS

દર્દીની સારવાર સહિત તેની સંભાળ અને ઓછામાં ઓછો ખર્ચ થાય તેવી સુવિધા આપવી. સામાન્ય રીતે જો ડાયાબીટીસ તપાસવામાં આવે ત્યારે એચબીએવનસી સાતથી આઠ ટકા આવે તો તે સામાન્ય છે અને જેને ૬.૫ ટકાથી ઓછુ પ્રમાણ છે તેમને વધારવું જોઈએ. ત્યારે ભારતીય ડોકટરો ઉલ્ટી ગંગાની વેહણ તરફ જ વધે છે. અહીંયા દર્દીઓને કહેવાય છે કે એચબીએ૧સીનું પ્રમાણ ૦ ટકાથી ઓછુ આવે તો તે સામાન્ય છે. કારણકે ૭ ટકાથી ઓછુ પ્રમાણ ધરાવતી શરીરને આંખ અને કિડનીની તકલીફો થઈ શકે છે. સામાન્યપણે એચબીએ૧સીનું ૬.૫ ટકા પ્રમાણ હોવું ડાયાબીટીસના લક્ષણો છે. ત્યારે આપણા ડોકટરો શુગર લેવલ ઘટાડવામાં માનતા નથી. દિલ્હીની ફોરટીસ કંપનીના ચેરમેન અનુપ મિશ્રાએ જણાવ્યું હતું કે, ભારતીય ડોકટરો યુએસના નિર્ણયોને માનશે પરંતુ આપણી આદતોને કારણ તેની શરીર પર માઠી અસર પડે છે. કારણકે આપણા ડોકટરો કહે છે જે જયારે માપદંડો નકકી કરવામાં આવે છે ત્યારે ખાદ્ય વસ્તુઓની સરખામણી કરવામાં આવતી નથી. જેમ વિદેશીઓને પ્રમાણે ખાદ્ય ખોરાકની આદતો છે એમ ભારતીયોના ખોરાક પણ અલગ પડી આવે છે. ભારતીયોને માનસિકતા, ખાન-પાનની આદતો અને જીવનશૈલી નોખી તરી આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.