Abtak Media Google News

અર્થશાસ્ત્રી આમર્ત્ય સેનના મોદી સરકાર પર પ્રહારો: ઝડપથી આગળ વધનારી ભારતીય અર્થવ્યવસ્થા ૨૦૧૪થી પાછળ ધકેલાઇ છે

જાણીતા અર્થશાસ્ત્રી આમર્ત્ય સેને મોદી સરકારની આર્થિક નીતીઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે, ભારતનું ડાયરેકશન ૨૦૧૪ની અવળી દિશામાં થઇ રહ્યું છે. ભારતની અર્થવ્યવસ્થા સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે તેમ છતાં ૨૦૧૪થી ભારતે ખોટી દિશામાં મોટો કુદકો માર્યો છે તેમ કહી આમર્ત્ય સેને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે.

નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી આમર્ત્ય સેને ભારત અને તેના વિરોધાભાસ નામની બુકના લોન્ચીંગ કાર્યક્રમમાં આ વાતો કહી હતી. તેમની આ બુક એન અનસર્ટેન ગ્લોરી, ઇન્ડિયા એન્ડ ઇટસી કોન્ટેડિકશન નું હિન્દી એડીશન છે આમર્ત્ય સેને આ બુક અર્થશાસ્ત્રી જીન ડ્રેજ  સાથે લખી છે.

આમર્ત્ય સેને તાજેતરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વધુમાં કહ્યું હતું કે, ૨૦ વર્ષ અગાઉ ભારત, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભુતાનમાંથી વધુ સારા દેશોમાં ભારતનું સ્થાન શ્રીલંકા પછી બીજા નંબરે આવતુ પણ હવે, આ બીજો નંબર સૌથી ખરાબ દેશમાં ભારતનો છે. પાકિસ્તાને આપણને સૌથી ખરાબ થવાથી બચાવી રાખ્યા છે.

મોદી સરકારની આકરી ટીકા કરતા સેને કહ્યું કે ભારતમાં ઘણી વસ્તુઓ ખુબ જ ખરાબ થઇ છે વર્ષ ૨૦૧૪ થી ભારત ઝડપથી પાછળ જવાની તરફ ગતિ કરી રહ્યો છે.

અસમાનતા અને જાતીય વ્યવસ્થાના મુદ્દાઓને લઇ સેને ટીકા કરી કે, સરકાર આ બાબતો તરફ દુલર્ભ સેવી રહી છે. અનુસુચિત જનજાતિઓના લોકોને અલગ રાખવામાં આવી રહ્યા છે તેઓની માંગ પ્રત્યે સરકાર ઘ્યાન નથી દોરતી ભારતની તસ્વીર જ બદલી ગઇ છે સેને કહ્યું કે, આ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની લડાઇ નથી આ મુદ્દો ભારતનો છે આથી આપણે સાથે મળીને કામ કરવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.