Abtak Media Google News

બીસીસીઆઈએ આઈસીએને આપી મંજુરી: ક્રિકેટ બોર્ડ પ્રારંભિક ધોરણે આઈસીએને આપશે ગ્રાન્ટ

ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસીએશન આઈસીએને બીસીસીઆઈએ મંજુરી આપી છે. જેને લઈ આઈસીએ ક્રિકેટરોનાં હિતોને જાળવી રાખવા કાર્યો હાથ ધરશે. ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસીએશન ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ ક્રિકેટર્સ એસોસીએશન સાથે સંલગ્ન નથી. જેથી બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ એટલે કે બીસીસીઆઈ દ્વારા આઈસીએની મંજુરી આપી માન્યતા આપવામાં આવી છે. આઈસીએ નોન પ્રોફીટ કંપની લીમીટેડ તરીકે પ્રસ્થાપિત થઈ છે જે ૫, જુલાઈ ૨૦૧૯નાં રોજ ઈનકોર્પોરેટ કરવામાં આવી છે કે જે સેકશન-૮ કંપનીસ એકટ ૨૦૧૩ અન્વયે ભારતનાં પૂર્વ ક્રિકેટરોનાં હિતોનાં જાળવણી માટે બનાવવામાં આવ્યું છે.

બીસીસીઆઈનાં જણાવ્યા અનુસાર આઈસીએ સિવાયની અન્ય કોઈ એસોસીએશનને બીસીસીઆઈને મંજુરી મળેલી નથી જેથી બીસીસીઆઈની કાર્યપ્રણાલીથી અલગ રહી ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસીએશન સ્વાયતતાની તેની કામગીરી કરશે. આઈસીએ ફંડ વિશે તમામ કામગીરી અને જવાબદારી આઈસીએનાં સભ્યોની રહેશે તેમ પણ બીસીસીઆઈ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું. વધુમાં વાત કરવામાં આવે તો પ્રારંભિક ધોરણે ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસીએશનને બેઠુ કરવા બીસીસીઆઈ દ્વારા પ્રારંભિક ધોરણે નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવશે જેથી એસોસીએશન તેની કામગીરી હાથ ધરી શકે. હાલ આઈસીએમાં પૂર્વ ભારતીય ટીમનાં ખેલાડીઓ જેવા કે કપીલ દેવ, અજીત અગરકલ તથા શાંતા રંગસ્વામી હાલ આઈસીએનાં ડાયરેકટર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે અને તે તેમનાં પદ પર ત્યાં સુધી આરૂઢ રહેશે જયાં સુધી ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસીએશનની ચુંટણી ન યોજાઈ પરંતુ એ વાત સ્પષ્ટ છે કે, આ એસોસીએશન થકી પૂર્વ ભારતીય ખેલાડીઓનાં હિતો જળવાઈ રહેશે તે દિશામાં આ એસોસીએશન કાર્યવાહી હાથ ધરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.