Abtak Media Google News

જય જય ગરવી ગુજરાત… આપણા ગુજરાત રાજયના સાણંદ અને દહેજ રોકાણકારો માટે ‘સ્વર્ગ’સમાન કેન્દ્રો બની ગયા છે. જી હા, વિદેશી કંપનીઓએ અહી રૂ.૧૫૦૦૦ કરોડના રોકાણ કરવા તત્પરતા દાખવી છે. આ ફોરેન ઈન્વેસ્ટરોમાં ભારતીય ઉપરાંત રશિયા, સાઉથ કોરિયા અને ચીનની કંપનીઓ છે. ગુજરાત રાજય સરકારને વિદેશી કંપનીઓ તરફથી સાણંદ અને દહેજમાં પ્લાંટ સ્થાપવા માટે પ્રપોઝલ મળી છે.

રશિયાની સ્ટીલ કંપની એનએલએમકે ગ્રુપને ગુજરાતમાં સ્ટીલ પ્લાંટ શ‚ કરવામાં રસ છે. તેઓ ૭૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરવા ધારે છે. ૭૦૦ મિલિયન ડોલર એટલે આશરે રૂ.૪૫૦૦ કરોડનો પ્લાટ સ્થાપશે.

આ સિવાય, સાઉથ કોરિયાની હાનવા કેમિકલ્સ રૂ.૬૦૦૦ કરોડનું રોકાણ કરવા માગે છે. તેએ પી.વી.સી.પાઈપનું મેન્યુફેકચરિંગ કરશે.

ભારતીય કંપનીઓ ટાટા ગ્રુપ, વોલ્ટાસ લિમિટેડ, ઈમામી ગ્રુપ, એમેરોન બેટરીઝ વિગેરે પણ સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આશરે ૪૦૦૦ કરોડ રૂપીયાના રોકાણો કરવા માંગે છે. જેમાં વોલ્ટાસનો ફાળો રૂ.૧૦૦૦ કરોડનો છે. આશરે ૧૦૦૦ લોકોને વોલ્ટાસના પ્લાંટમાં રોજગારી મળશે.

ઉલ્લેખનીય છે કે આ તમામ દરખાસ્તો લગભગ ફાઈનલ થવાના સ્ટેજમાં છે.તેમ સરકારી સુત્રોએ જાણકારી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.