Abtak Media Google News

LOC પર પાક.ના અડપલા બાદ ભારતીય સેનાની વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક: ત્રણ આતંકી કેમ્પો અને ૧૦ સૈનિકોને ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ના ખાતમા બાદ સ્વયત્તતાના બંધનમાંથી મુકત થયેલા કાશ્મીરમાં આરાજકતાના મનસુબામાં સરેઆમ નિષ્ફળ નિવડેલું પાકિસ્તાનને વધુ એક મોઢા પર લપકાડ ખાવી પડી છે. જમ્મુ-કાશ્મીરના એલઓસીના તંગદાર સેકટરની પેલેપાર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછા ૧૦ જેટલા પાકિસ્તાની સૈનિકો મરાયા છે જયારે ત્રણ  આતંકવાદી કેમ્પોને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.

ભારતીય સેના અઘ્યક્ષ જનરલ બીપીન રાવતે ગઇકાલે એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં આ વિગતો આપી હતી. રાવતે તંગદારમાં ભારતીય સૈનિકોએ ત્રણ આતંકવાદી કેમ્પ સંપૂર્ણપણે નષ્ટ કરી નાંખ્યું હતું. જયારે અન્ય એકને મરણ તોલ નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું.

અંકુશ રેખાની બીજી બાજુ આતંકવાદીના મુળભુત નેટવર્ક ને મોટુ નુકશાન થયું છે. તેમ રાવતે જણાવ્યું ઉમેયુૃ હતુ. સરક્ષણ મંત્રી રાજનાથ સિંહને સેનાની આ જવાબી કાર્યવાહીની માહીતી આપી દેવામાં આવી છે. પાકિસ્તાનના વિના કારણે ગોળીબાર શરુ થયું પછી ભારતીય સેનાએ પીઓકેમાં નિલમધાટીમાં ચાર આતંક વાદી કેમ્પ અને કેટલાંય પાકિસ્તાનની સૈન્ય ચોકીઓને નિશ્યન બનાવી હતી. તેમણે ઉમેર્યુ હતું કે અત્યાર સુધી મળેલી માહીતી મુજબ ૬ થી ૧૦ પાકિસ્તાનની સૈનિકો માર્યા ગયા છે. અને એટલા જ આતંકવાદીઓ પણ ખતમ થયા છે મોતને ઘાટ ઉતરેલા આતંકવાદીઓની માહીતી મંગાઇ રહી છે. ત્રણ આતંકવાદી કેમ્પ ખતમ કરી દેવામાં આવ્યા છે જયારે એક શિબિરમાં ભયંકર નુકશાન થયું હતું.

સેના અઘ્યક્ષ બીપીન રાવતે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ના પાક હરકતો વધવાને પગલે સેના સાબદે બની હતી. સુરક્ષા દળોએ અથમુકામ, કુનુલશાહી, ઝુરામાં આતંકવાદી કેમ્પોનો ખાત્મો બોલાવી દીધો હતો. અને સૈન્યને લીયા ઘાટીમાં ચાલતા વધારાના કેમ્પની પણ માહીતી હતી. જેની માહીતી મળી હતી તેને પણ સેનાએ નિશાન પર લીધી હતી. આ કાર્યવાહીમાં પાકિસ્તાનની કેટલીક ચોકીએ પણ ઝપટે ચડી ગઇ હતી. બીજી તરફ નૌસેના પણ યુઘ્ધની કોઇપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે અરબ સાગરમાં કવાયતમાં લાગી ગઇ છે. સૈન્ય કૌશલ્ય અને યુઘ્ધ પૂર્વેની આવતા અવઠવાડીયાની આખરી તૈયારીમાં લાગી ગઇ છે.

પાકિસ્તાન સાથેની  ૭૭૮ કી.મી.ની અતિ સંવેદનશીલ એલઓસી પર આ વર્ષે ૨૩૫૦ જેટલી સીઝફાયરના એ ૨૦૦૩ સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શનિવારે બપોરે અગિયારેક વાગે પાકિસ્તાન તંગ ધારમાં ભારે તોપ ગોળાથી ભારતી ચોકીઓને નિશાન બનાવવાનું લાગ્યુેં હતું પાકિસ્તાનના આ તોટ મારાની અફડા તફડીમાં આતંકીઓને ભારતની સરહદમાં ધુસાડવાની પૈરવી કરી હતી. આ તોપમારામાં ભારતના બ સૈનિકો કદમ બહાદુર શેશઠ અને રાયફલમાં કુમાર શૈશઠ ગોરખા રાઇફલ રેઝીમેન્ટના જવાનો શહીદ થયા હતા. સાથે સાથે પાકિસ્તાનની ગોળીબારમાં નાગરીક મો. સાદીકનું મૃત્યુ નિપજયું હતું.

પાકિસ્તાનની આ હરકત સામે જરાપણ વિલંબ કર્યા વગર સીમાપારના આતંકવાદી કેમ્પો પર ભારતીય સેના એ સર્જીકલ સ્ટ્રાઇક જેવી ધોંસ બોલાવી દીધી હતી. કવાટ ઘાટીના ત્રણ વધુ આતંકવાદી કેમ્પો થઇ ગયાનો ભારતીય સેનાએ દાવો કર્યો હતો.

સીમાપરાથી ગોળીબાર શરુ થતાંની સાથે ભારતીય સેના ઝુરો, અઠમુકામ, કુંડલશાહી અને સંદુકના મોરચા ઉપર એન ટેન્ક મિસાઇલ અને ૧૫૫ મીમીના ગોળા ધટતી બોફોર્સએ તોપો ધણધણાવવાનું શરુ કરી દઇ. એલઓસી પરના માનસેવા, હોટલી અને મુજજફરાબાદ વિસ્તારમાં આતંકી કેમ્પોને નિશાન બનાવાયા હતા. સાથે સાથે સેનાએ સમગ્ર સરહદી વિસ્તારને કડક જાપતામાં લઇ ભીષણ હુમલો કરતાં તંગધાર વિસ્તારમાં ધમધમાટુ આતંકવાદી નેટવર્ક સંપૂર્ણપણે ઘ્વંશ થશે ગયા હોવાનું બિપીન રાવતે જણાવ્યું હતું.

બીજી તરફ પાકિસ્તાનને ભારતના સૈનિકોના મૃત્યુનો અને અનેકને ઘાયલ કરી ને બે બંકરો તોટી નાખવાનો દાવો કર્યો છે.

પોતાના માત્ર બે સૈનિકોના મૃત્યુ નિપજયાનું જણાવી પાકિસ્તાન ભારતીય ગોળીબારમાં કે નાગરીકોના મૃત્યુનો આક્ષેપ કયર્ફો હતો જો કે જનરલ રાવતે આ દાવાને જુઠુ ગણાવી જણાવ્યું હતું કે અમે પાક સેનાની જેમ અમારું નુકશાન છુપાવતા નથી પાકિસ્તાન હંમેશા જુઠ્ઠાણોનો સહારો લે છે. અને અમારા શહીદોના મૃત્યુનો આદર કરીએ છીએ. પમી ઓગસ્ટે કાશ્મીરની સ્વાયત્તાના ખાતમાં બાદ એલઓસીને સતત તોપમારો અને હીંસા ચાલુ જ છે.

સીમા પરના આતંકવાદીઓ અને નાપાક સેના દ્વારા આ વર્ષે ૨૩૫૦ જેટલી સીઝફાયરની ઘટનામાં છેલ્લા બે મહિનામાં જ ૬૫૦ વાર યુઘ્ધ વિરામ ભંગની શરતોનું ઉલ્લધન થયું હતું. ૨૦૧૭ ના ૯૭૧ અને ૨૦૧૮ માં ૧૬૨૯ વાર યુઘ્ધ વિરામ ભંગની ઘટના નોંધાઇ હતી.

જનરલ રાવતે જણાવ્યું હતું કે પમી ઓગષ્ટે જમ્મુ કાશ્મીરની સ્વાયત્તાની ખાતમા બાદ એલઓસી પર કિરત, માચીલ સહીત ના કેટલાક સેકટરોમાં દુશ્મનની ગાતિ વિધી વધી ગઇ હતી અને ધુષણખોરીની સંભાવનાને પગલે ભારતીય સેના પણ સાબદે બનીને ભારતમાં ધુષણખોરી કરનારાઓને ખતમ કરવાની પૈરવીની તૈયારી કરી લીધી હતી.

ભારતીય સેનાના પ્રવકતા કર્નલ અમાન આનંદે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ સીમા પારના આતંકવાદને નાબુદ કરવા અને ભારતીય સીમમાં પ્રવેશતા અટકાવવા માટે ખુબ જ યોગ્ય સમયે લશ્કરી કાર્યવાહી શરુ કરી છે. પાકિસ્તાન સેના સતત પરે આતંકવાદી ગતિવિધિઓને પીઠબળ આપી સરહદ સળગતી રાખવા પ્રયત્નશીલ છે ત્યારે ભારતની આ મીની સર્જીકલ સ્ટ્રાઇડથી દુશ્મનના દાંત ખાટા થઇ ગયા છે.

ભારતીય સેનાએ તંગધાર સેકરટના લાઇન ઓફ કંટ્રોલ વિસ્તારમાં પાકિસ્તાન સેનાના યુઘ્ધ વિરામ ભંગના માહોલ વચ્ચે આતંકવાદીઓને ભારતીય સીમા ધોષણખોરી માટેની તમામ પૈરવીઓ નાકામ કરીને કેટલાંય આતંકવાદીઓને ખતમો બોલાવી દીધો હતો. ભારતના આ આક્રમણમાં ઓછામાં ઓછા છ પાકિસ્તાનની સૈનિકો મરાયા હોવાનું માનવામાં આવે છે. સેના અઘ્યક્ષ જનરલ રાવતે અંતમાં ઉમેર્યુ હતું કે હવે આપણે આતંકવાદીઓની કોઇ મોટી હિલચાલ કે ધુષણખોરીના પ્રયાસો ની રાહ જોયા વિના સરહદ પર ચલકુંય ન ફરકે તેવી સ્થિતિ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.