Abtak Media Google News

ભારતીય સેનાનો પાકિસ્તાની સેનાને મૃતદેહો લઈ જવાનો આદેશ આપ્યો. ભારતે પાકિસ્તાની સેનાને સંદેશ આપ્યો કે સફેદ ઝંડા સાથે સંપર્ક કરીને અંતિમ સંસ્કાર માટે મૃતદેહો લઈ જાઓ. જો કે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. અત્રે જણાવવાનું કે શનિવારે ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની  બેટ ટીમના 5-7 સભ્યોને ઠાર કર્યા હતાં. બેટ કમાન્ડોના મૃતદેહો ભારતીય સરહદમાં છે. બંને તરફથી ચાલી રહેલા ફાયરિંગના કારણે મૃતદેહો ત્યાંથી હટાવી શકાયા નથી. આવામાં ભારતે પાકિસ્તાન સામે મૃતદેહો સન્માનપૂર્વક લઈ જવાની રજુઆત કરી છે. 

સેનાએ એલઓસી પર પાકિસ્તાનની બેટના 5-7 કમાન્ડો અને આતંકીઓનો ખાતમો કર્યો. આ  કાર્યવાહીની સાથે જ ભારતીય સેનાએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જન્નતમાં ઘૂસશો તો સીધા જહન્નમમાં મોકલી દઈશું. આતંકીઓના મૃતદેહો હજુ પણ એલઓસી ઉપર જ પડ્યાં છે. સેનાએ માર્યા ગયેલા આતંકીઓની તસવીરો બહાર પાડી છે. આ અગાઉ પણ શોપિયા અને સોપોરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી. 2 દિવસમાં 4 આતંકીઓ ઠાર થયાં. 31 જુલાઈના રોજ રાતે BATએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.