Abtak Media Google News

હમારી છોરી છોરો સે કમ હૈ કે

ભારતીય મહિલા ટીમનો ૪ રને વિજય : સૈફાલી વર્મા પ્લેયર ઓફ ધ મેચ

હાલ આઇસીસી વુમન ટી-૨૦ વિશ્વકપ રમાય રહ્યો છે , જેમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાયો હતો. ટોસ જીતી પ્રથન ફિલડિંગ કરવા ઉતરેલી કિવી ટીમેં ભારતને ૧૩૩ રન પર સીમિત કરી હતી પરંતુ ટીમ ની ચુસ્ત બોલિંગ અને ફિલ્ડિંગ દ્વારા કિવિ ટીમને ૪ રને માત આપી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ICC વુમેન ટી-૨૦ વર્લ્ડકપમાં સતત ત્રીજી જીત મેળવી છે. ગુરુવારે તેણે ન્યૂઝીલેન્ડ સામેની રોમાંચક મેચમાં ૩ રને જીત મેળવી. આ સાથે જ ભારતે સેમી ફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. મેચમાં ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું. શેફાલી યાદવની ૪૬ અને નીચલા ક્રમની ઉપયોગી ઈનિંગ્સની મદદથી ભારતે ૮ વિકેટે ૨૦ ઓવરમાં ૧૩૩ રન બનાવ્યા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૧૨૯ રન જ બનાવી શકી. મેચમાં ૧૬ વર્ષની શેફાલીને તેના શાનદાર પ્રદર્શન માટે સતત બીજી વખત વુમેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.

આ સાથે જ ભારતીય ટીમ વર્લ્ડકપમાં ચોથી વખત સેમી ફાઈનલમાં પહોંચી ચૂકી છે. આ પહેલા ભારતે ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૮માં સેમી ફાઈનલમાં જગ્યા મેળવી હતી. આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની આ સતત ત્રીજી જીત છે. ટીમ ઈન્ડિયાએ આ પહેલા ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને હવે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ આપેલા ૧૩૪ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી અને બીજી ઓવરમાં જ શિખા પાંડેએ ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો આપ્યો. તેણે વિસ્ફોટક રાકેલ પ્રિએસ્ટને ૧૨ રનમાં આઉટ કરી દીધી. આ બાદ ટીમ ઈન્ડિયાના સ્પીન ડિપાર્ટમેન્ટે વિકેટો લેવાનું શરૂ કર્યું. ભારતીય બોલિંગ આક્રમણ સામે ન્યૂઝીલેન્ડની મહિલા ટીમનો સ્કોર એક સમયે ૧૬.૩ ઓવરમાં ૫ વિકેટે ૯૦ રન હતો. જોકે બાદમાં એમેલિયા કેર અને હેલી જેનસને સારો પ્રયાસ કર્યો પરંતુ અંતે ભારતીય ટીમ ૩ રને મેચ જીતી ગઈ.

મેચમાં આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપની પહેલી મેચ ભારત ઓસ્ટ્રેલિયા સામે રમવા ઉતર્યું હતું. જેમાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાને ૧૭ રને હાર આપી હતી. આ બાદ બાંગ્લાદેશ સામેની મેચમાં પણ ભારતે ૧૮ રને જીત મેળવી હતી. આમ ટીમ પોતાના વર્લ્ડકપ અભિયાનમાં અજેય રહીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.