Abtak Media Google News

‘ગર્વમેન્ટ ટુ ગર્વમેન્ટ’ વિકલ્પથી ભારત દેશ ખાદ્ય ચીજવસ્તુઓના નિકાસને આપશે વેગ

ભારત દેશની નિકાસ હાલ ખુબ જ ઓછી માત્રામાં જોવા મળી રહી છે ત્યારે નિકાસને વેગ આપવા ભારત સરકાર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં ભારત દેશ પોતાના સાથી દેશો કે જેમની સાથે ખુબ જ સારા સંબંધો છે તેમની સાથે ગર્વમેન્ટ ટુ ગર્વમેન્ટ એટલે કે જી ટુ જી વિકલ્પથી ભારતની જે ખાદ્ય ચીજવસ્તુઓની નિકાલ થતી હોય છે તેમાં વેગ આપવા માટે મદદ‚પ થશે ત્યારે જી ટુ જી વિકલ્પ ભારત દેશ દ્વારા લેવાયેલા નિર્ણયને ખુબ ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે.

ભારતના વાણિજય મંત્રાલયે બાસમતી ચોખા, ખાંડ, એન્જીનીયરીંગની ચીજ વસ્તુઓ જેમસેન જવેલરી, ખેત ઉત્પાદન, મિલ પાવડર અને ખાદ્ય તેલ જેવી ચીજ વસ્તુઓનો નિકાસ કરવામાં આવતો હોય છે ત્યારે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયમાં આ તમામ ચીજ વસ્તુઓના નિકાસને ખુબ સારો વેગ મળશે.

વાત કરવામાં આવે બાસમતી ચોખાની તો ભારત દેશ પોતાના બાસમતી ચોખા ફિલીપાઈન્સ અને ઈન્ડોનેશિયામાં નિકાસ કરે છે. જયારે ભારતની ખાંડ ઈજીપ્તમાં ખુબ જ પ્રચલિત છે. આ અંગેનું પ્રપોઝલ સરકાર દ્વારા ઈજીપ્તમાં ગત અઠવાડિયે મોકલવામાં આવ્યું હતું અને ખાંડના ટેન્ડરો વિશે પણ માહિતી મેળવી હતી.

ભારત સરકારના સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મળતા એવું પણ સામે આવી રહ્યું છે કે, જી ટુ જી માધ્યમથી ભારત દેશ સમગ્ર ચીજ વસ્તુઓ કે જેનો નિકાસ થઈ રહ્યો છે તેમાં વેગ આપવા માટે આ તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે.

ભારત પ્રતિ વર્ષ ૨.૪૪ ટકાના ગુલાબોની નિકાસ કરે છે ત્યારે ભારતનું કુલ નિકાસ ૨૦૧૮-૧૯માં ૩૩૦ બિલિયન ડોલર રહેવાની પણ સંભાવના સેવાઈ રહી છે. આવતા પાંચ વર્ષમાં ખેતીની ચીજ વસ્તુઓની નિકાસ ૪૦૦ બિલિયન
ડોલરની કરવાનો પણ સરકારે નિર્ધાર કરી લીધો છે.

પ્રથમ ચરણમાં ભારત દેશ ફિલિપાઈન્સની સાથે બાસમતી ચોખાને નિકાસ કરશે. આ વિકલ્પથી ઈરાક ભારત પાસેથી ઘઉં અને ચોખા લેવા માટે પણ ઈચ્છા દાખવી છે એટલે કયાંકને કહી શકાય કે ભારતનો જે જી ટુ જી વિકલ્પ ખરાઅર્થમાં નિકાસ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે તે વાત પણ સાચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.